કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી દેતા શિક્ષક બનવા માંગતા યુવાનોને મોટી રાહત મળી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે TET પરીક્ષાની માન્યતા આજીવન કરી
અત્યાર સુધી TET ની માન્યતા સાત વર્ષની હતી
શિક્ષક બનનવા માંગતા યુવાનોને મોટી રાહત
એક વાર TET પાસ કર્યાં બાદ આજીવન રહેશે માન્ય
શિક્ષક બનવા ઈચ્છુક નવયુવાનો માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ની માન્યતા આજીવન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ
યુવાનો સરળતાથી શિક્ષક બની શકશે.
એક વાર ટીઈટી પરીક્ષા પાસ કર્યાં બાદ આજીવન માન્ય રહેશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ગુરુવારે એક નવો આદેશ જારી કરીને જણાવ્યું કે હવેથી એક વાર ટીઈટી પરીક્ષા પાસ કર્યાં બાદ આજીવન માન્ય રહેશે. મંત્રાલયે જણાવ્યું કે આ વ્યવસ્થા 2011 થી લાગુ પડશે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારોનું ટીઈટી પ્રમાણપત્ર સાત વર્ષ બાદ પૂરુ થઈ રહ્યું છે તેમને નવા પ્રમાણપત્રો જારી કરવામાં આવશે.
સામાન્ય રીતે તો શિક્ષક બનવા માંગતા યુવાનો માટે દર સાત વર્ષમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા પાસ કરવાની હોય છે. આ વ્યવસ્થા સમગ્ર દેશમાં લાગુ પડે છે. અત્યાર સુધી તો આ સર્ટિફિકેટ સાત વર્ષ સુધી માન્ય રહેતું હતું.
શિક્ષક બનવા માટે યુવાનોએ દર સાત વર્ષમાં ટીઈટી પાસ નહીં કરવી પડે
શિક્ષણ મંત્રાલયના નવા આદેશ બાદ શિક્ષક બનવા માટે યુવાનોએ દર સાત વર્ષમાં ટીઈટી પાસ કરવાની જરુર નહીં રહે. ટીઈટી પાસ કર્યાં બાદ કોઈ વ્યક્તિ સાસત વર્ષની અંદર શિક્ષક તરીકે નિયુક્ત ન થાય તો તેને ફરી વાર ટીઈટી આપવી પડે છે. આ રીતે નવી નોકરીની અરજીમાં પણ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જોકે હવે એવું નહીં થાય. એક વાર ટીઈટી પાસ કર્યાં બાદ તેનું પ્રમાણપત્ર આજીવન માન્ય રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા આયોજિત થનારી ટીઈટી પરીક્ષાઓમાં લાખો ઉમેદવારો આપતા હોય છે. યુપી શિક્ષક પાત્રતા પરીક્ષા પાંચ વર્ષ માટે માન્ય હોય છે તો સીટીઈટીની માન્યતા 7 વર્ષ માટે માન્ય હોય છે.