બેંકના કામકાજના સમયને લઈને ઘણીવાર આપણે તકલીફમાં મુકાતા હોઈએ છે. નોકરીના સમયની સાથે જ બેન્કનો સમય ગોઠવતો હોવાના કારણે પણ આપણને ઘણી મુશ્કેલીઓ થાય છે. ઓફિસમાં થોડા સમય માટેની રજા લઈને આપણે બેંકનું કામકાજ કરવા માટે જવું પડે છે. પરંતુ હવે બેંકના સમયમાં ફેરફાર થયેલો જોવા મળશે.
1 નવેમ્બરથી મહારાષ્ટ્ર પીયુસી બેંક સમયમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. આ બેંકો 1 નવેમ્બરથી નવા સમ્યસ્તર પ્રમાણે ખુલશે.
મહારાષ્ટ્રની બધી જ સરકારી બેંકો 1 નવેમ્બરથી નવા સમય સત્ર પ્રમાણે કામ કરશે. તેને ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે.
વિત્ત મંત્રાલય દ્વારા આ નવા સમયસત્ર પ્રમાણે મહારાષ્ટ્રની ગ્રામીણ તેમજ તમામ સરકારી બેંકોમાં બેંક ખોલવાના સમય માટે ત્રણ સુઝાવ રાખવામાં આવ્યા છે જેમાં જેતે વિસ્તારની જરૂરિયાત પ્રમાણે બેંકો એ સમયસત્ર મુજબ કામ કરશે.
આ ત્રણ સુઝાવોમાં પહેલો સમય સવારે 9 થી 3 વાગ્યા સુધી, બીજો 10 થી 4 અને ત્રીજો સમય 10 થી 5 સુધીનો રાખવા માટે સરકારી બેંકો અને ગ્રામીણ બેંકો ઉપર 1 નવેમ્બરથી લાગુ પડશે.