ગેરકાયદે રીતે અમેરિકાનું સપનું પુરુ કરવા માટે ભારતીયો એમાં ખાસ કરીને ગુજરાતીઓના કેટલાક વર્ગમાં તો રિતસરની જાણે હરિફાઈ છે. આવી રીતે જ સપનું પુરુ કરવા જતાં 311 ભારતીયોને મેક્સિકોથી જ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમણે આ રીતે અમેરિકામાં ઘૂસવાના લાખો રૂપિયા આપ્યા હતા તે તો ડૂબી જ ગયા, ઉપરથી હેરાનગતી અને ડિપોર્ટ કરાયાની શરમ પણ હવે તેમને સહન કરવી પડશે. મેક્સિકોએ ગુરુવારે આ ભારતીયોને ગેરકાયદે દેશની સીમામાં પ્રવેશ કરવા અને રહેવાના કારણે ડિપોર્ટ કર્યા છે. આ લોકો મેક્સિકોથી અમેરિકામાં ઘૂસવાની તૈયારીમાં હતા. મેક્સિકોથી આ તમામ ભારતીયોને દિલ્હી રવાના કરાયા છે શુક્રવારની સવારે બોઈંગ 747-400 ચાર્ટર વિમાનથી આઈજીઆઈ એરપોર્ટ પહોંચ્યા છે. મેક્સિકોના નેશનલ માઈગ્રેશન ઈન્સટિટ્યૂટ (આઈએનએમ) તરફથી આ જાણકારી મળી છે.
આઈએનએમની તરફથી જાહેર નિવેદન અનુસાર, જે પ્રવાસીઓને પાછા મોકલાયા છે તે 60 ફેડરલ માઈગ્રેશન એજન્ટો દ્વારા અહીં પહોંચ્યા હતા. અમારી તપાસમાં ખબર પડી હતી કે તેમની પાસે જરૂરી દસ્તાવેજો ન હતા. નિતમિત રીતે રહેનારાઓ પાસે દસ્તાવેજ ન હોવાને કારણે તે પણ ઘણા મહિનાઓથી અહીં રહેતા હતા.
311 ભારતીયોને એક સાથે ડિપોર્ટ કરાયાની આ ઘટનાને એક વાર ફરી જુનમાં થયેલી બાબત યાદ અપાવી દીધી હતી. પંજાબથી ગયેલી એક ફેમિલિની 6 વર્ષની બાળકી જુનમાં લૂ લાગવાના કારણે એરિજોના રણમાં યુએસ- મેક્સિકોની બોર્ડર પર મોતને ભેટી હતી. બાળકીની માતા સીમા પાણી માટે ગઈ હતી જે વખતે લૂ લાગી જવાના કારણે બાળકીએ દમ તોડી દીધો હતો. બાળકીની લાશ તે વખતે મળી જ્યારે 2 ભારતીય મહિલાઓને પેટ્રોલિંગ દરમિયાન યુએસ બોર્ડર પર રોકાઈ હતીય બંને મહિલાઓએ થોડા કલાક પહેલા સુધી તેમની સાથે અને માતા પોતાના બે બાળકો સાથે હતી. તપાસ દરમિયાન બાળકી ગુરપ્રીત કૌરની લાશ મલી હતી. આ ઘટનાએ પુરા વિશ્વમાં પ્રવાસી સંકટને લઈને ચર્ચાઓ શરૂ કરી દીધી હતી.
સૂત્રોનું કહેવું છે કે હાલ ડિપોર્ટ કરેલા ગ્રુપના તમામ સદસ્યોએ 25-30 લાખ રૂપિયા એજન્ટ્સને આપ્યા હતા. મેક્સિકો બોર્ડરના દ્વારા આ એજન્ટ્સ તમામ ભારતીયોને અમેરિકામાં પ્રવેશ અને નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. આ રકમમાં હવાઈ યાત્રાની સાથે મેક્સિકો રોકાવવાની વ્યવસ્થા ખાવા પીવાના ખર્ચ વગ્રે શામેલ હતા. સુત્રોનું કહેવું છે કે એજન્ટ્સ એ એક સપ્તાહથી લઈને 1 મહિના સુધીનો સમય યુએસ સીમામાં પ્રવેશ કરાવવા માટે આપ્યો હતો.
ઈન્સ્ટીટ્યૂટના અનુસાર નિયમિત રીતે રહેનાર માટે જરૂરી દસ્તાવેજો ન હોઈ તમામને ઈમિગ્રેશન ઓથોરિટી સામે રજુ કરાયા હતા. મેક્સિકો ઓકાસા, બાજા, કેલિફોર્નિયા, વરોક્રુઝ, ચિપાસ, સોનોરા, મેક્સિકો સિટી, દુરંગો તંત્ર સામે પણ તમામ ગેરકાયદે પ્રવાસીઓને રજુ કરાયા હતા.