મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીનો પ્રચાર અંતિમ તબકકામાં પહોંચી ચુકયો છે ત્યારે જ ઇડીએ એનસીપીના દિગ્ગજ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ વિરૂધ્ધ સમન્સ જારી કરતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આઇએનએકસ મીડીયા કેસમાં પુર્વ કેન્દ્રીય ગુહમંત્રી પી.ચિંદબરમ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક પુુર્વ મંત્રી સામેનો કેન્દ્ર સરકાર ગાળિયો કસી રહી છે.
ઈડીએ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમની એકદમ નજીકના ગણાતાં ઈકબાલ મોહમ્મદ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીની ૩૫ પ્રોપર્ટી એટેચ કરવાની યોજના બનાવી છે. ઇડીના અધિકારીઓએ દાવો કર્યો છે કે, મુંબઇના સી.જે. હાઉસમાં ઇકબાલ મિર્ચીના નામે બે ફ્લોર છે. આ ફર્મ એનસીપી નેતા અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલની છે.
વધુમાં અધિકારીઓના જણાવ્યાં મુજબ સી.જે.હાઉસ જયાં બનાવવામાં આવ્યું છે તે જમીન ઇકબાલ મિરચીના કબજામાં હતી અને તે જગ્યા મિલેનીયમ ડેવલોપર્સને વેચવામાં આવી હતી. આ કેસમાં ઇડીએ મોકલાવેલા સમન્સના સંદર્ભમાં પુર્વ કેન્દ્રીયમંત્રી પ્રફુલ્લ પટેલ મુંબઇ ખાતે ઇડીની કચેરી ખાતે શુક્રવારના રોજ હાજર થયાં હતાં જયાં તેમની અધિકારીઓ દ્વારા પુછપરછ કરાઇ રહી છે. જો કે પ્રફુલ્લ પટેલે તેમની સામેના તમામ આક્ષેપોને નકારી કાઢયાં છે.