GJ-૧૮ મનપા દ્વારા ૫ જેટલા સરકાર શાળાઓ માં અંગ્રેજી માધ્યમ નું શિક્ષણ આપી શકે તેવા કે .જી માટે ૧૦ શિક્ષકો ને ભરતી માટે નું આયોજન કરવામાં આવ્યું હતું .ત્યારે ૩૫૦ થી વધારે અરજીઓ આવતા અધિકારીઓ દ્વારા સેટિંગ ડોટકોમ હોય તેમ બહારથી જ ૩૫ જેટલા ઉમેદવારો નું લિસ્ટ ચિપકાવી દેવામાં આવ્યું હતું .અને આ ૩૫ ના ઇન્ટરવ્યુ લેવા માં આવ્યો ત્યારે આ સંર્દભે ખાસ્સો હોબાળો મચ્યો હતો .ત્યારે નવા કમિશ્નર પડે આવેલા ધવલ પટેલ ની એન્ટ્રી બાદ પ્રાથમ હોબાળો કરી શક્ય ,ત્યારે ૩૫૦ અરજીઓ માં થી ૩૫ ની યાદી તૈયાર કરી ત્યારે અનેક ઉમેદવારો નામ ન આપવાની શરતે જણાવ્યું હતું ,કે ૩૫ લાગવગિયા સેટિંગ ડોટકોમ ઉમેદવારનું કનેક્શન અધીકાર્યો નું જેમનું છે ,તેમનું સિલેક્શન થશે ,ત્યારે દરેક અધિકારી ઓના કોલડીટેલ્સ ફોન ચેક કરવાની જરૂર છે .કે ૧૦ દિવસ માં ફોન કોલ્સ ક્યાંથી આવ્યા ?
GJ-૧૮ GMC મનપા દ્વારા ભરતીમાં વાતાવરણ ઉગ્ર બનતા ઇન્ટરવ્યૂ નું સ્થળ બદલવાની જરૂર પડતી હતી. મ્યુનિ.ની જાહેર સંર્દભે અરજી કરનારા ઉમેદવારો માટે સોમવારે ઈન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. અરજીના આધારે ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોની પસંદગીના મામલે વિવાદ સર્જાયો હતો અને ઈન્ટરવ્યૂમાં નામ ન હોય તેવા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.
અંગ્રેજી માધ્યમના વર્ગોમાં ભણાવવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી તંત્ર દ્વારા અરજી મંગાવાઈ હતી અને ૨૮મી જૂને ઈન્ટરવ્યૂનું આયોજન થયું હતું. સહયોગ સંકુલ ખાતે આવેલી શાસનાધિકારીની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત એટલે કે ઈન્ટરવ્યૂ યોજવાની જાહેરાત થઈ હતી. ઉમેદવારો સ્થળ પર પહોંચ્યા ત્યારે યાદી મૂકવામાં આવી હતી અને યાદી સિવાયના ઉમેદવારોને જતા રહેવા સૂચના અપાઈ હતી. જેથી ઈન્ટરવ્યૂ માટે પસંદ નહીં થયેલા ઉમેદવારોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, અરજી મંગાવતી વખતે અંગ્રેજી માધ્યમમાં પ્રી-પીટીસી, પીટીસી અને ઈસીસીઈ કોર્સને લાયકાત નિયત થઈ હતી. આ ઉપરાંત અંગ્રેજી વિષય સાથે બી.એ. બી.એડ. કરનારા ઉમેદવારો પાસે પણ અરજી મંગાવાઈ હતી.
ભરતીની જાહેરાત સંદર્ભે ૧૫૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. ઉમેદવારોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષક તરીકેની લાયકાતમાંથી બી.એડ. ઉમેદવારોને બાકાત કરવામાં આવ્યા હતા. વળી, અગાઉ અરજી કરવાનું ચૂકી ગયેલા કેટલાક ઉમેદવારો સ્થળ પર અરજી લઈને ગયા હતા. લાયકાતના ધોરણોમાં ઓચિંતા ફેરફાર કરીને પસંદગીના ૩૫ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હોવાનો આક્ષેપ કરીને ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. રોષે ભરાયેલા ઉમેદવારોએ શાસનાધિકારી તથા નાયબ મ્યુનિ. કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. ધક્કામુક્કી અને સૂત્રોચ્ચારોના કારણે એક તબક્કે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસ બોલાવવી પડી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમનાં સગાંઓ શાસનાધિકારીની કચેરીમાં પહોંચી જતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જેથી ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયેલા ૩૫ ઉમેદવારોને મ્યુનિ. કચેરીમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. ચોથા માળે આવેલા સામાન્ય સભાના રૂમમાં તમામ ઉમેદવારો માટે બેસવાની વ્યવસ્થા કરાઈ હતી અને સ્થાયી સમિતીના રૂમમાં ઈન્ટરવ્યૂ લેવાયા હતા. આ ઈન્ટરવ્યૂમાં ૨૮ ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંથી ૧૦ની પસંદગી કરવામાં આવી હતી.