ગુજરાતમાં કસબીઓનો અને કલાકારોનો ખજાનો છે. આજના યુગમાં અનેક ઇલેક્ટ્રોનીક્સ મોંઘાદાટ વાંજીત્રો આવી ગયા છે. ટાંકણી પડે તો પણ તેનો રણકાર સંભલાય, ત્યારે દ્વારકાધીશ એવા કૃષ્ણ ભગવાને તેની વાંસળી જે યુગો યુગો મૂક્તા ગયા છે. તે વાંસળી જાે વગાડનારો ઉંચો કસબી હોય તો ભલભલાને ડોલાવી દે, અને ટેન્શનમાં હોય તો મંત્રમુગ્ધ કરી છે, આ મોરલી એવી વાંસળીની ખાસીયત છે. ભલે લાખો રૂપિયાના વાંજીત્રો વગાડો પણ ૧૦ રૂપિયાની મોરલી જાે વગાડતા આવડતી હોય તો અચ્છા અચ્છા ડોલી જાય, ત્યારે આવો જ એક કસબી બનાસકાંઠાનો પોતાનું પેટીયું રળવા અમદાવાદ આવી ગયો, પણ ઉંમરના હિસાબે નોકરી તો ન મળે, પણ મજૂરી પણ ન મળે, ત્યારે પાપી પેટ કા સવાલ હૈ, પેટ કરાવે વેઠ, પણ ભગવાને તમામને એક બુધ્ધીમતા એવી ઇન્દ્રીય આપી છે. ત્યારે સીનીયર સીટીગ્રનની ઉંબરે પહોંચેલા રામભાઇ બંસીવાળા જાેડે મોટી કળા હોય તો તે કળા વાંસડી વગાડવાની છે. જેમા ડોક્ટર બનવા સાયન્સની ડીગ્રી અનેક પરીશ્રમ કરવા પડતો હોય છે, ત્યારે આ વાંસળી વગાડવામાં પણ અનેક પરીશ્રમો હોય છે. હજારોમાંથી એક વાંસળી વગાડી શકે, અને લોકોને મંત્રમુગ્ધ કરી દે,
આજે રામભાઇ બંસીવાલાની વાંસળી સાંભળવી હોય તો ય્ત્ન-૧ એવા અમદાવાદના ઇસ્કોન બ્રિઝનીચે આ કસબી વાંસળી વગાડતો જાેવા મળશે, ત્યારે ટ્રાફીકમાં વાહનો લાલ લાઇટ હોય ત્યારે સ્ટોપ થઇ જતા હોય છે, ત્યારે આવન જાવન કરતાં હજારો વાહનો જ્યારે થોભાઇ જાય, અને ક્યારે આ ટ્રાફીક ખુલે , તેની રાહ જાેતા હોય છે, પણ રામભાઇની વાંસળી વાગતી શાંભળે તો દરેક વાહન-માલક હજુ, ટ્રાફીક ન ખૂલે અને વાંસળી સાંભળવવામાં મંત્રમુગ્ધ રહેવાનું પસંદ કરે છે. રામભાઇ વાંસળી વગાડતા જાેવા મળે છે. ત્યારે આવન-જાવન કરતાં વાહન-ચાલકો જે આપવું હોયતે આપે છે, પણ ભીખ નહીં, દે ઉસકા ભી ભલા, ન દેવે ઉસકા ભી ભલા, પણ વાંસળીના કારણે ઘર ચાલી જાય ચે, અને પેટનો ખાડો પુરાઇ જાય છે. કોરોનાની મહામારીમાં પણ વાંસળી વગાડતા રામભાઇ જાેવા મળતા હતા. રામે દીધો રે મીઠો રોટલો કોઇને ખવરાવીને ખાવ, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પૂણ્ય કમાય, ત્યારે ય્ત્ન-૧૮ અમદાવાદ જાવ ત્યારે ટ્રાફીકના નિયમોનું પાલન કરીને ઇસ્કોન બ્રિઝની નીચે રામભાઇની વાંસડી વાગતી હોયતો ૧મીનીટ ટાઇમ કાઢીને સાંભળજાે, ગમે તેવા મોટા મોંઘા વાજીંત્રો સાંમભળ્યા હશે, પણ વાંસળીની મીઠાશ રજે રજના તાર શરીરના ઉભા કરી છે, ગમે તેવું ટેન્શન હોયતો વાંસળી સાંભળીને એટેન્શન થઇ જાવ, ત્યારે ૧ વાર આ વાંસડી સાંભળજાે, બાકી લગ્ન પ્રસંગે મોટા ગજાના કલાકારોને બોલાવીને લાખો ખર્ચ કરતાં આ રાભાઇને વાંસળી વગાડ્યા બોલાવો, અને સાંભળો જાે મંત્રમુગ્ધ ન થઇ જાય તો જણાવજાે…