દેશનું આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે આ તંત્ર ક્યારે સમજશે? મુખ્યંમત્રી વિજયરૂપાણી ખરેખર કોમન મેન હોયતેમ બાળકોને ખુરશીમાં બેસાડીને એક આગવો પરીચય આપ્યો છે. ત્યારે ગણવેશ વિતરણ કાર્યક્રમમાં તંત્રએ જમીન પર બાળકોને બેસાડીને જે મેસેજ આપ્યો છે, તેમાં લોકમાં આ ચર્ચા ભારે જગાવી છે.
પ્રાપ્ત વિગતોનુસાર GJ-૧૮ ખાતે અને રાજ્યભરમાં તા.૨૯ જૂનના રોજ આંગણવાડીના ભૂલકાઓને ગણવસે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે કોમનમેન એવા મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ભૂલકાઓને ખુરશીમાં સ્થાન આપ્યું હતું. ત્યારે આવતી કાલનું ઉજળું ભવિષ્ય આ આજનું બાળક છે. તે કોમનમેન ને ખબર છે. અને બાળકોને આવનારા ભવિષ્યમાં ઉચ્ચ કોટીના અધિકારી, બનો તેવી શીખ સાથે મુખ્યમંત્રી એ બાળકોને ખુરશીમાં બેસાડીને સુંદર પરીચય આપી દીધો પણ તંત્રએ નાના બાળકોને નીચે જમીન પર બેસાડીને આવનારૂ ઉજળું બવિષ્ય માટે જે આહવાન કરીને ખુરીશીમાં બેસાડવા જાેઇએ તે માટે કોઇ પ્રયત્ન કર્યા નથી.
તસ્વીરમાં આંગળવાડીના બાળકો જેમાં GH-૧૮ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કલેક્ટર ડો. કુલદીપ આર્ય, મનપા કમિશ્નર ધવલ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ દિલીપ પટેલ, DDO- સુરભી ગૌતમ સહિતના મહાનુભાવો તથા કેબીનેટ મંત્રી કૌશિક પટેલ શંભુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પણ કોઇનું ધ્યાન નીચે બેસેલા બાળકો ઉપર ગયું ન હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સાથે ખુરશીમાં બાળકોને બેસાડીને અદભૂત પરીચય આપ્યો હતો.