કોરોનાકાળમાં પણ ગુજરાતે ‘ન રૂકના હૈ – ન ઝુકના હૈ’ મંત્ર સાથે ગતિવધિઓ જાળવી રાખીને અર્થવ્યવસ્થાને મંદ પડવા દીધી નથી મુખ્યમંત્રીશ્રી

Spread the love

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, સુરતમાં 41,000 કરતાં વધારે MSME યુનિટ કાર્યરત છે. સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટરનો લાભ પ્રાપ્ત થતાં રાજ્યભરના MSME પોતાનાચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

આ પ્રથમ ડિજીટલ સેન્ટરનો સુરતમાં પ્રારંભ થવાથી ‘ગુજરાત ફર્સ્ટ’ ની પરંપરાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે એમ પણ એમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં સુરત મિની ઈન્ડિયા તરીકે ઓળખ ધરાવે છે, દેશના વિવિધ રાજ્યના લોકો ડાયમંડ, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગમાં રોજગારી માટે સુરતમાં વસેલા છે. સુરતમાં ગ્લોબલ ટ્રેડ કોમર્સ લીડર એમોઝનના ડિજીટલ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ થવાથી નાના, મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થશે. નિયોજકો-ઉદ્યોગકારોને એમેઝોન જેવી વૈશ્વિક કંપનીનો સહયોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે, સમગ્ર વિશ્વ આજે એક બજાર છે અને ગુજરાતના નાના વેપારીઓ અને આદિવાસી સમાજના હસ્તકળા કારીગરો પોતાની ચીજ વસ્તુઓને વિશ્વ બજારમાં વેચાણ આ સેન્ટરની તાલીમ, મદદથી કરી શકશે. સેન્ટર કાર્યરત થવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. આ ડિજીટલ કેન્દ્ર MSME ક્ષેત્રના ઉદ્યોગોના નિયોજકોને ઓનલાઈન ટ્રેડિંગ માટે ટ્રેનિંગ અને માર્ગદર્શન તેમજ આવશ્યક સંસાધનો એક જ છત્ર નીચે ઉપલબ્ધ કરાવાશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીમાં છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં આર્થિક ગતિવિધિઓને અસર પહોંચી છે પરંતુ વ્યાપાર-વણજ ગુજરાતીઓના જીન્સમાં જ છે. ગુજરાતીઓ આફતને અવસરમાં પલટવાનું સામર્થ્ય ધરાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના કાળમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન અને ઈ-કોમર્સ સ્વાસ્થ્ય સુરક્ષા માટે આવશ્યક બની ગયું છે, સમગ્ર વિશ્વમાં કોરોનાકાળમાં આર્થિક ગતિવિધિઓ મંદ પડી ગઈ હતી પરંતુ ‘ના ઝુકના હૈ, ના રૂકના હૈ’ મંત્ર સાથે રાજ્ય સરકારે પૂરી સતર્કતા અને સલામતી સાથે પ્રવૃત્તિઓ જારી રાખીને રાજ્યની અર્થવ્યવસ્થાને મંદ પડવા દીધી નથી.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘આત્મનિર્ભર ભારત’ નો સંકલ્પ પૂર્ણ કરવા ગુજરાત પોતાનું યોગદાન આપી રહ્યું છે. વર્ષ 2020-21 માં દેશમાં થયેલા કુલ ઔદ્યોગિક મૂડી રોકાણમાં 37 ટકા માત્ર ગુજરાતમાં આવ્યું છે. સતત ચાર વર્ષથી ગુજરાત FDI માં અગ્રેસર છે. કોરોનાકાળમાં પણ સતત બીજા વર્ષે દેશભરમાં FDI પ્રાપ્ત કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્ય સરકારની પારદર્શી નીતિઓ અને ‘ઈઝ ઑફ ડુઈંગ’ના પરિણામે ગુજરાત ‘બેસ્ટ ચોઈસ ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. હવે ઈ-કોમર્સના ક્ષેત્રે પણ આ ડિજીટલ કેન્દ્રનો લાભ MSME ઉદ્યોગો અને અન્ય નાના-મોટા વ્યાપારકારો માટે વિન-વિન સિચ્યુએશન ઉભી કરશે.

સુરતમાં એમેઝોન ડિજીટલ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં મુખ્યમંત્રીશ્રીએ એમેઝોન ઈન્ડિયાને અભિનંદન પણ પાઠવ્યા હતા.

ગુજરાતે ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ, ટેક્ષટાઈલ્સ, સિરામિક, રિન્યુએબલ એનર્જી, મેરીટાઈમ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતના 1 લાખથી વધુ MSME એકમોને એમોઝોન દ્વારા નિર્મિત વેરહાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોબસ્ટ સપ્લાય ચેઈન નેટવર્કનો લાભ પ્રાપ્ત થશે અને વિશ્વ ક્ષેત્રની તકો મળશે એમ પણ તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે એમેઝોન ઈન્ડિયાના કંટ્રી હેડ શ્રી અમિત અગ્રવાલે જણાવ્યું કે, એમેઝોનનું ડિજીટલ કેન્દ્ર MSMEને ટેકનોલોજીને અપનાવીને તેમના બિઝનેસની વૃધ્ધિમાં મદદરૂપ બનશે અને ભારતીય અર્થતંત્રમાં સુધારા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એમોઝોનના પબ્લિક પોલિસીના વાઈસ પ્રેસિડન્ટ શ્રી ચેતન ક્રિષ્ના સ્વામીએ એમેઝોન ફેસિલિટીઝ સેન્ટર્સની રૂપરેખા પૂરી પાડી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, એમેઝોન ઈન્ડિયાના કન્ઝ્યુમર બિઝનેસ વાઈસ પ્રેસિડન્ટ શ્રી મનિષ તિવારીજી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com