મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ એમેઝોન ના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટર નો કર્યારંભ કરાવતા સ્પષ્ટ પણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે.

Spread the love

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્ર નો ગાંધીનગર થી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી એમ કે દાસ ની ઉપસ્થિતિ માં કરાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે કોરોના ના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવા ની આગવી કુનેહ પડેલી છે.
ગુજરાતમાં આ કપરા સમય માં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.
હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસ ના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરત ના 41 હજાર જેટલા એમ એસ એમ ઇ ને પોતાના ઉદ્યોગો ને વિશ્વ બજાર માં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે એમ પણ શ્રી વિજય ભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સ ના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારી ની તકો આ સેકટર પૂરી પાડશે.
આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની આત્મ નિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતે કોરોના ના સમય માં પણ ના ઝુકના હે ના રૂકના હે ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપાર ની નવી દિશા આપશે તેમ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમય માં પણ દેશ ભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનો ને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્ર ના પ્રારંભ ને આવકારી સહયોગ ની ખાતરી આપી હતી.
આ અવસરે એમેઝોન ઈન્ડીયા ના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ ,પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમ થી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com