પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતાં જાવેદખાન મલેકનો પુત્ર અનીશ મલેક પાટડી ખાતે ખાનગી સ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરે છે અને નાનપણથી જ નીડર તેમજ સાહસીક હોય આટલી નાની ઉંમરમાં કોઈપણ જાતના ડર વગર સાપને પકડી પાડે છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડીના સવલાસ ગામે રહેતો અનીશ મલેક નાનપણથી જ નીડર હોય અવાર-નવાર સવલાસ ગામમાં સાપ નીકળતાં તેને જોતા જ ઝડપી પાડયાં હતાં. આથી બાળકના માતા-પિતા દ્વારા તેને ઝેરી સાપ ન કરડે તેની બીકે ઘરની બહાર બહુ જવા દેતા નથી ત્યારે આ અંગે બાળકના પરિવારજન કિસ્મતખાને જણાવ્યું હતું કે ટીવીમાં આવતી જાનવરોની ચેનલો અને સીરીયલો જોઈ બાળકને સાપ પકડવાની હિંમત અને પ્રોત્સાહન મળ્યું હતું. અને મનમાં કોઈપણ ડર વગર સાપને પકડી બતાવે છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે કેનાલ પર સાપને જોતા જ પકડી લીધો હતો આમ નાની ઉંમરમાં નાના-મોટા કોઈપણ ઝેરી, બીનઝેરી સાપને પકડી અનોખી હિંમત બાળક ધરાવી અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે.