જુની બનારસી કે શિફૉન સાડીનો ઉપયોગ તમે દુપટ્ટાની જેમ કરી શકો છો. કુર્તાથી લઈને લહેંગા દરેક પર આવા દુપટ્ટા સારા લાગે છે. પ્લેન સાડી હોય તો તેની પર પેચ વર્કનો ઓપ્શન પણ ટ્રાય કરી શકો છો. જૉર્જેટ, બ્રોકેડ અને કૉટન સાડીઓનો ઉપયોગ સલવાર બનાવવાનો ઓપ્શન પણ સારો છે. કુર્તા સિંપલ હોય કે હેવી આ પ્રકારના સલવાર તમે બધા પર પહેરી શકો છો. કૉટનની સાડીમાં પટિયાલા સલવાર પણ સારા લાગશે. આ સિવાય જૂની સાડીની મદદથી તમે કુર્તા પણ બનાવી શકો છો. અલગ-અલગ પેટર્નની જુની સાડીની મદદથી અલગ-અલગ પ્રકારના સ્ટાઈલિશ સ્કર્ટ બની શકે છે. તમે પ્લીલેડ અને પ્લેન બને સ્ટાઈલથી સ્કર્ટ બનાવી શકો છો. કેઝ્યુલ લૂક સાથે હેવી લૂકના સ્કર્ટ તમારી જરૂરીયાત અને તમારી સાડી અનુસાર બનાવી શકો છો બ્રોકેડ વર્ક સાડીની મદદથી ડસ્ટર જેકેટ પણ બનાવી શકો છો. ફુલ સ્લીવ ફ્રંટ સ્લિટ વાળા આ જેકેટને લહેન્ગા, સ્કર્ટ કે કુર્તાઓ સાથે કરીને પહેરી શકો છો.
જૂની સાડીને ફેશનેબલ કપડાં બનાવીને આ રીતે યુઝ કરો પછી જકાસ આઇડિયા વાંચો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments