GJ-18 એટલે આજે બા ભાગમાં વહેંચાઇ ગયું છે, તેમાં GJ-18 જુનું એટલે કે ચ-૦ થી ચ-૭ અને ઘ-૦ થી ઘ-૭ નો વિસ્તાર જુનું GJ-18 જે સેક્ટરોથી ઓળખાય છે. અને ન્યુ- GJ-18 તેમાં અનેક નવા ગામોનો સમાવેશ અને ચ-૦બાદ અને ઘ-૦ સુધીનો કોબા સુધઈનો વિસ્તારGJ-18 ન્યુ તરીકે પ્રચલિત બન્યો છે. ત્યારે આ નવા વિસ્તારોમાં સરગાસણ, રાયસણ, કુડાસણ, રાંદેસણ જેવા વિસ્તારોમાં તેમાં આવે છે. ત્યારે જે ગામની પાછળ સણ આવે છે, ત્યાં પ્રશ્નો પણ મળ છે. આજે ન્યુ GJ-18 ખાતે તમામ પ્રાઇવેટ હોસ્પીટલો હાઉસફુલ થઇ ગઇ છે. ડેન્ગયુ ના જાેવા મળી રહ્યા છે. ડેન્ગયુ જેવા કેસો ની સંખ્યા વધવા છતાં ય્સ્ઝ્ર દ્વારા હજુ સુધી ફોંગીગ કરવામાં આવ્યું નથી, અનેGJ-18 ન્યુ ખાતે અત્યારે મોટા ભાગે બિલ્ડરોની નવી સાઇટો આવી રહી છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો જ વધ્યો છે. ત્યારેGJ-18 ન્યુ ખાતે આખરે ૫૦૦ થી વધારે કેસો પ્રોઝીટીવ ડેન્ગયુના નોંધાયા છે. અને GJ-18 ન્યુ ખાતે ડેન્ગયુએ ભરડો લીધો હોય તેમ તમામ દવાખાના હાઉસફુલ ના પાટીયાથઈ ઝુલી રહ્યું છે. અત્યારે મોટા ભાગે ઘરે-ઘરે બિમારીના ખાટલા થવા છતાં મનપાના સત્તાધીશોનું પાણી હલતું ન હોય તેમ મચ્છરો સામે જે ફોગીંગ કરાવવું જાેઇએ તે થયું નથી.
મહાનગરપાલીકના સમાવિષ્ટ વિસ્તારોમાં અનેક ગામડાઓ આવે છે. ત્યારે દરેક ગામમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે.GJ-18 સિવિલ ખાતે પણ દર્દીઓ ડેન્ગ્યુ જેવા રોગોથી ઉભરાઇ રહ્યા છે. ત્યારે ફોગીંગ કરવામાં મનપા નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મનપાના સમાવિષ્ટ ગામમાં પણ હવે ડેન્ગ્યુના કેસોમાં વદારો જાેવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના કેસો હાલ ખાસ દેખાતા નથી. પમ ડેગ્યુના કેસોમાં વધારો થતાં મનપા દ્વારા જે મચ્છર જન્ય રોગોને ડામવા જે પ્રયત્ન કરવો જાેઇએ તેમાં મનપા નિષ્ફળ નીવડી છે. ત્યારે ડેન્ગ્યુના કેસો વધતાં કેટલી જગ્યાએ ફોગીંગ કરવામાં આવ્યું તે ચકાસવાની જરૂર છે. GJ-18 ન્યુ ખાતે ડેન્ગ્યુ બન્યો ડોન, દર્દી બન્યા મૌન જેવી હાલત સર્જાઇ છે. ત્યારે કુડાસણ ખાતેની રાધે હોસ્પીટલથી લઇને વાછાણીહોસ્પીટલ, સિવિલ હોસ્પીટલ અને પ્રાઇવેટ દવાખાનાઓમાં દર્દીઓ બિમારીથી પીડાઇ રહ્યા છે. ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાનું કારણ બિલ્ડર દ્વારા જે સાઇટો ચાલુ છે, તેમાં મચ્છર જન્ય રોગો મોટી સંખ્યામાં જાેવાઇ રહ્યું છે. જેના કારણો પ્રાઇવેટ લેવમાંથી તપાસ કરાવવામાં આવે તો ડેન્ગ્યુના રોજના ૧૦૦ કેસો પોઝીટીવ આવી રહ્યા હોવાનું પણ સુત્રો જણાવે છે.