રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર્સને ૧૫ ટકા ઓછી કપાત આપવાની રહેશે

Spread the love

          રાજ્ય સરકારે પાંચ વર્ષ પૂર્ણ થતાં રવિવારે શહેરી જનવિકાસ સુખાકારી દિવસ અંતર્ગત કાર્યક્રમ આયોજિત કર્યા હતાં. અમદાવાદ શહેરમાં રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સાથે રૂા.૩૮૩૯.૯૪ કરોડના ૨૪૭ કામોનુ ખાતમુહુર્ત કર્યુ હતું. રૂા.૧૧૬૮.૧૮ કરોડના ૨૨૪ કામોનુ લોકાપર્ણ કર્યુ હતું. આ પ્રસંગે રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે મંજૂર થયેલાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કને હવે ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત કરવામાં આવશે.
ઇન્ડસ્ટ્રીયલ પાર્કને હવે ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના નાગરિકો ઘેરબેઠા સુવિધા મેળવી શકે તે માટે ઇ-નગર એપ્લિકેશન લોન્ચ કરી હતી.
આ અવસરે રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થાય,લોકોને રોજગારી મળે અને આર્થિક સમૃધૃધિ વધે તે વિકાસ અભિગમને કેન્દ્ર સ્થાને રાખી રાજ્ય સરકારે અથાગ પ્રયાસો કર્યા છે. નવી જાહેરાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે ૧૫ ટકા ઓછી કપાત આપવાની રહેશે. આ વિસ્તાર પર વધુ વિકાસ થશે. કપાતવાળા સ્થળે ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, માર્કેટ, મિલ્ક ડેરી,રેસ્ટોરન્ટ અને આર્થિક રીતે નબળા હોય તેવા વર્ગ માટે આવાસ માટે ઉપયોગ કરી શકાશે.
મુખ્યમંત્રીએ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ અને બેચરાજી શહેરના વિકાસ નક્શાના ફાઇનલ નોટિફિકેશનને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી હતી. નોંધનીય છેકે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૪૨૫ ટીપી સ્કીમ મંજૂર કરી છે.આજે એકપણ શહેરના વિકાસનો નકશો ફાઇનલ નોટિફિકેશન માટે પેન્ડીગ નથી. પ્રજાએ સોંપેલી જવાબદારી સાથે નિષ્ઠા સાથે નિભાવી રહ્યા છે તેવો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ કે, સરકારો ચૂંટાયા બાદ સત્તાના મદમાં આવી જતી હોય છે. ભૂતકાળમાં વર્ષા સુધીના શાસનમાં પ્રજાએ જાેયુ છે.
સરકાર અને પ્રજા વચ્ચે ખાઇ નહી પણ સંવાદનો સેતુ પ્રસૃથાપિત કરી જનજનને પોતીકી સરકારનો અહેસાસ કરાવ્યો છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, ગુજરાતે શહેરી વિકાસના ક્ષેત્રમાં અનેક આયામો સર કર્યા છે જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com