GJ-18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ સપ્ટેમ્બર અથવા પછી દિવાળી બાદ યોજાય તેવી સૂત્રો પાસેથી માહીતી મળી રહી છે.ત્યારે GMC ની આવનારી ચુંટણીમાં શાસક પક્ષ એવાં કબાડી ગ્રૂપના કારનામાથી કોંગ્રેસમાં બે ફાંટા ચાલી રહ્યા છે.
એક,ઉગ્ર રજૂઆત કરી લડવા માંગે છે જયારે બીજું ગ્રુપ સેટિંગ ડોટકોમમાં પડ્યું છે. ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ છે પણ કોંગ્રેસ માટે પણ સહેલાઈથી ચઢી શકાય તેવું નથી. કારણકે, ગ્રામ્ય વિસ્તારોની પેનલો તૂટવાની જ છે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી ત્યારે આ પેનલોમાં ભાજપ, કોંગ્રેસ અને હવે આપ પાર્ટી દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે તેમાં ભાજપ કોંગ્રેસના ગણિત ઊંધા પાડી દે તો નવાઈ નહી. કોંગ્રેસ પાસે શાસક પક્ષના ભ્રષ્ટાચારનાં અનેક પુરાવાઓ અને ફરિયાદો હોવા છતાં કોંગ્રેસ મીંદડી બની ગઈ છે ત્યારે કબાડી ગ્રૂપનું જાેર મજબૂતાઈથી વધ્યું છે તેમાં બે મત નથી. ભાજપ માટે ન્યુ GJ-18 એવા ઘણા વિસ્તારો શહેરના છે તેમાં જીત મળે પણ, ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અજંપો અને જે સરપંચ,જિલ્લા સદસ્યો,તાલુકા સદસ્યો હતા ત્યારે કે કામ થતાં હતાં તે કામ થતાં નથી ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય, તા. પંચાયતના સદસ્ય અને સરપંચને નવરા કરી દીધા છે ત્યારે જે સમાવિષ્ટ ગામો કરવામાં આવ્યા તેમાં, એક ગામમાંથી પણ ભાજપ, કોંગ્રેસ, આપમાંથી ઉમેદવારો ઊભા છે ત્યારે ઉમેદવારોની જે પેનલ ચલાવવાની હતી તે પેનલ ચાલે તેવી લાગતી નથી.
ભાજપમાં કબાડી ગ્રુપ દ્વારા થયેલા ભ્રષ્ટાચાર થકી કોંગ્રેસ બિલાડીની જેમ બિલ્લી બની ગઈ છે ત્યારે ઘણા અખબારોમાં કબાડી ગ્રૂપના કારનામા છતાં કોંગ્રેસ દ્વારા કમિશનર થી લઈને ઉચ્ચ કક્ષાએ અને પ્રજામાં ભ્રષ્ટાચારનો મુદો ઉઠાવવા પણ બે થી ત્રણ ગ્રુપમાં વહેચાયેલું છે ત્યારે હવે આપ પાર્ટી ટૂંકા દિવસોમાં ખુરશી પ્રકરણ જાેરશોરથી ચલાવે તેવા એધાણ અને સૂત્રો દ્વારા માહીતી પ્રાપ્ત થયેલી છે ત્યારે આપ પાર્ટી દ્વારા પ્રદેશના નેતાઓ GJ-18 ખાતે આવવાના હોઈ અને કાર્યક્રમ પુર્ણ થયાં બાદ કબાડી ગ્રૂપનું ખુરશી કૌભાંડ પ્રકરણને હવે બહાર લાવવા કમિશનરને તથા કલેકટરને આવેદનપત્ર પાઠવે તેવી માહીતી સાંપડી છે.
કોંગ્રસમાં ત્રણ ગ્રુપ ચાલી રહ્યા છે ત્યારે એક ગ્રુપ લડાયક મૂડમાં છે ત્યારે બીજું ગ્રુપ સેટિંગ ડોટકોમમાં પડી ગયું છે ત્યારે ત્રીજું ગ્રુપ હા કરીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં પણ નનૈયો ભણી રહ્યું છે. શહેરમાં કબાડી ગ્રૂપના કારનામાથી ભાજપની છબીને ઘણું જ નુકસાન પહોચ્યું છે ત્યારે આ છબી સુધારવા અનેક વિસ્તારોના કામો અને કામોની વણઝાર સાથે અનેક લોકાર્પણ કરવામાં આવ્યા છે પણ, પ્રજામાં જે વજન પડવું જાેઈએ વિકાસના કામોનું તે પડી શક્યું નથી. સે-૨૧ ની તો એવી બદતર હાલત થઈ ગઈ છે કે મહમદ તઘલખી યોજનાઓ બધી બહાર પાડીને જે કામો થયાં છે તેમાં સે-૨૧ નું હર્યભર્યું જે બજાર હતું તે બજાર ઉપર ગ્રાહકોથી લઈને વેપારીઓ પણ આ કામથી નાખુશ છે. અગાઉ જે સેકટર ૨૧ માં ફૂવારા પાર્કિંગ બનાવેલું હતું તે સારુ હતું પણ, કબાડી ગ્રૂપના મહમદ તઘલખના ર્નિણયથી GJ-18ની હાલત કફોડી થઈ ગઈ હોય તેમ ઘણાં જ વિકાસના કાર્યોમાં પ્રજા નારાજ છે ત્યારે ઘ-૪ પાસે આવેલ ફુવારો એ એક શોભા રૂપી ને આકર્ષણ હતું ત્યાં અંડર બ્રીજ બન્યા બાદ કોક્રિટનાં જંગલોથી લઈને ઘ – ૪ થી ઘ-૫ નાં વેપારીઓના ધંધા પર ખુબ મોટી અસર થઈ છે જે હોટલોથી લઈને અનેક ધંધા ધમધમતા હતા તે ધંધામાં પણ મંદીનો સામનો વેપારીઓ કરી રહ્યા છે ત્યારે કબાડી ગ્રુપની ખુરશી પ્રકરણમા ઘરે ઘરે ખુરશીઓ આપવામાં આવે તો પણ ખુરશી વધે ત્યારે ૬૦ લાખની ખુરશીઓ હજુ સુધી નગરજનોને આપી શક્યા નથી તો પ્રજાનાં પૈસાનું પાણી કરવાની જરૂર ખરી? કોંગ્રેસ દ્વારા કિસ્સા ખુરશીકા હોય તેમ કોંગ્રેસ પણ ખુરશી પ્રકરણમાં ચૂપ બેસી ગયું છે ત્યારે હવે આપ મેદાને ઉતરે તેવી શક્યતાઓ સૂત્રો જાેઈ રહ્યા છે અને આપના એક આગેવાને નામ ન આપવાની શરતે ખુરશી પ્રકરણ જાેરશોરથી ઉપાડવા તૈયારીઓ પણ આરંભી દીધી છે