મહિલાઓના પગમાં ચાંદીના ઝાંઝર ખૂબ જ સુંદર લાગી રહી છે. આમ તો આ આભૂષણને પહેરવાના કેટલાંય ફાયદાઓ ગણાવવામાં આવે છે. જુઓ ઝાંઝર પહેરવુ ક્યાં 5 રીતોથી મહિલા સ્વાસ્થ્યથી જોડાયેલો માનવામાં આવે છે. ચાંદીના ઝાંઝર પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે. આ રીતે તે પગના સોજામાં આરામ આપી શકે છે. શરીરની ઉર્જાને ચાંદી ખરાબ થવા દેતી નથી અને તેને પાછી મોકલી દે છે. આરીતે થાક શરીર પર હાવી નથી થતો. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ચાંદી મદદરૂપ થાય છે. આ શરીરની લિમ્ફ ગ્રંથિઓને સક્રિય કરી દે છે. માનવામાં આવે છે કે પગમાં ચાંદીના ઝાંઝર પહેરવાથી મહિલાઓમાં કેટલાંય પ્રકારના સ્ત્રી વિકાર, વાંજીયાપણુ, હાર્મોનલ, અસંતુલન અને પ્રસૂતિ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ચાંદીના ઝાંઝર પહેરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. જો તમે હંમેશા પગનો દુખાવો, ઝનઝનાહટ અથવા કમજોરીનો સામનો કરી શકે છે તો ઝાંઝર તમને આરામ અપાવી શકે છે.