દુનિયામાં હાર્ડ અને અઘરી સ્પર્ધા હોયતો તે ટ્રાઇપ્લોન હરીફાઈ છે. ત્યારે ભારત દેશના અને ગુજરાતનાં આ નાગરીકે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે મલેશીયા ખાતે ઇન્ટરનેશનલ “આર્યનમેન ટ્રાઇપ્લોન સ્પર્ધામાં 17 કલાકની અંદર 4 કી.મી દરીયામાં તરવાનું ત્યારબાદ તુરંત 180 કી.મી સાયકલીંગ અને પછી 42.2 કી.મી દોડવાની હરીફાઈ આ તમામ 17 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. ત્યારે સુરતના આ નવયુવાને 15 કલાકમાં પૂર્ણ કરીને બીજી સિધ્ધી મેળવી છે. ત્યારે આ સ્પર્ધામાં એક જ માત્ર મહેશ પ્રજાપતિ ગુજરાતી હતા.
ગાંધીનગર ખાતે આજરોજ ડે,મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે આજરોજ સ્વર્ણિમ શંકુલ 1 ખાતે આર્યનમેન એવા મહેશ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ડે.મુખ્યમંત્રી નિતિન પટેલ આ અઘરી સ્પર્ધા ટ્રાયપ્લોનના આર્યનમેનને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી સુભેચ્છા આપીને દેશનું તથા ગુજરાતનું નામ રોશન કરીને ભારતના વડાપ્રધાન પણ પોતે સ્પોર્ટ્સમાં દેશનું નામ રોશન કરનારા યુવકોને અગાઉપણ બિરદાવયા છે.