સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્રારા નગરપાલિકામા ભેગુ થયેલ ભંગાર કોઈ પણ અધિકારી ની હાજરી વગર અને રવિવાર ના દિવસે કોઈ પણ ટેન્ડર પ્રકિયા વગર વેચાણ કરવામા આવતા ભંગાર વિવાદ ચર્ચામા છે તો વેચાણ થયેલ ભંગાર ની રકમ હજુ સુધી સવા મહિનો થઈ ગયો છતાંય પાલિકા ના ચોપડે ના લેવામા ના આવતા વિવિધ ચર્ચાઓએ જાેર પકડયુ છે .
પ્રાંતિજ નગર પાલિકા દ્રારા તા.૪|૭|૨૦૨૧ ને રવિવાર ના રોજ પાલિકા મા ભેગુ થયેલ ભંગાર નુ વેચાણ કરવામા આવ્યુ હતુ તો તે વખતે નગરપાલિકા ના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરા દ્રારા જણાવામા આવ્યુ હતુ કે અમે લોકલ ટેન્ડર પ્રકિયા કરી ને ભંગાર નુ વેચાણ કર્યુ છે પરતુ રવિવાર ના દિવસે ભંગાર વેચાણ થયુ હતુ ત્યારે પાલિકા મા ફરજબજાવતા કોઇપણ સરકારી કર્મચારી કોઈ હાજર હતા નહિ . ત્યારે આ બાબતે પુરતી પ્રક્રિયા વગર ભંગાર નુ વેચાણ થતા હાલતો ભંગાર વિવાદ પ્રાંતિજ નગર માં ટોપએન્ડ ટાઉન બન્યો છે તો ભંગાર નુ વેચાણ કરવામા આવેલ રકમ પણ હજુ સવા મહિનો થયો છતાંય આજદિન સુધી પ્રાંતિજ નગર પાલિકાના ચોપડે જમા ના થતા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા ના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરા ને આ અંગે પુછતા તેવોએ આ બાબતે કાઇ પણ માહિતી આપવાની ના પાડી હતી અને ચુપકી સાધી હતી ત્યારે હવે જાેવુએ રહ્યુ કે સવા મહિનો થયો છતાંય પ્રાંતિજ નગર પાલિકા ખાતે વેચાણ કરવામા આવેલ ભંગાર ની રકમ ની એન્ટ્રી કેમ પડી નથી અને આ રકમ કઇ ગઈ અને હજુએ સવા મહિનો થયો છતાંય કેમ પ્રાંતિજ નગર પાલિકા દ્રારા પાલિકા ના ચોપડે કેમ રકમ જમા લેવામા આવી નથી તેવી ચર્ચાઓએ હાલતો જાેર પકડયુ છે ત્યારે હવે જાેવુ એ રહ્યુ કે ભંગાર નુ વેચાણ થયેલ રકમ પ્રાંતિજ પાલિકામા કયારે જર્મા થશે એ તો હવે જાેવુ રહ્યુ.