વડોદરા હાઉસિંગ ડ્રોની યાદીમાં 42 બોગસ લાભાર્થીઓ નું ડંડક થી તપાસનો રેલો નેતાઓ સુધી પહોંચશે

Spread the love

રાજ્યમાં હવે ઘરનું ઘર નું સપનું જોતા એવા મધ્યમ વર્ગ ઉપર પણ તરાપ પડી રહી હોય તેમ ભલે ફોર્મ ભર્યું હોય, પણ લાગે તો સેટિંગ ડોટ કોમ થી તેવું વડોદરાની હાઉસિંગ સ્કીમ ના ડ્રોમાં બન્યું હોયાનું તારણ લોકો લઈ રહ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશન ના જુદા જુદા હાઉસિંગ પ્રોજેક્ટના ૩૮૨ મકાનો માટે ગઇ તા.૭મીએ સયાજી નગર ગૃહ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયેલા ડ્રોમાં ૧૫૬ મકાનોમાં ૪૨ લાભાર્થીઓના નામો બદલાઇ જતાં હોબાળો થયો છે.જેના પગલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર (એફોર્ડેબલ હાઉસિંગ) પ્રમોદ વસાવા અને એમઆઇએસ એક્સપર્ટ નિશીથ પીઠવાની ધરપકડ કરવામાં આવી છે.
નગરજનોમાં ચર્ચાનો વિષય બનેલા આ કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી આર ખેર ને સોંપવામાં આવી છે.પોલીસે તપાસના કાગળો કબજે કરી બંને આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ગઇ મધરાતે તેઓની સત્તાવાર રીતે ધરપકડ કરી હતી.

આ પ્રકરણમાં નામ બદલીને નવી યાદીમાં ઘૂસી ગયેલા ૪૨ લાભાર્થીઓ પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે.આ લાભાર્થીઓએ કેવી રીતે પોતાનું નામ યાદીમાં મૂકાવ્યું તે પોલીસ માટે તપાસનો વિષય છે.પોલીસની ત્રણ ટીમો ૪૨લાભાર્થીઓની વિગતવાર પૂછપરછ કરી યોજનાનો લાભ કોણે અપાવ્યો તેની વિગતો મેળવશે.
હાઉસિંગ કૌભાંડમાં પકડાયેલા બંને આરોપીઓના મોબાઇલની તપાસ
હાઉસિંગ કૌભાંડમાં પકડાયેલા બંને આરોપીઓના મોબાઇલ કોલ્સની ડીટેલ પોલીસને માસ્ટર માઇન્ડ સુધી લઇ જઇ શકે તેમ હોવાથી તે દિશામાં તપાસ કરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ,હાઉસિંગ કૌભાંડમાં મંત્રીએ કરેલા ડ્રોની યાદીમાં ફેરફાર કરી ૪૨ નામો બદલી નાંખવાના કૌભાંડી પ્રમોદ વસાવા અને નિશીથ પીઠવાને ઝડપી પાડવામાં આવ્યા છે.આ બંને અધિકારીઓ એક બીજા પર દોષનો ટોપલો નાંખી રહ્યા છે.
તો બીજીતરફ પોલીસ માટે બંને અધિકારીઓના મોબાઇલની કોલ્સ ડીટેલ પણ મહત્વની સાબિત થાય તેમ હોવાથી તેની પણ તપાસ કરવામાં આવનાર છે.જેથી યાદી બદલવા માટે દબાણ કરનાર રાજકીય માથા કોણ છે તે જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com