દેશમાં કોરોનાની મહામારી માં અનેક લોકો છિન્નભિન્ન થઈ ગયા છે ત્યારે હવે મોંઘવારીએ માઝા મુકી છે ખાદ્ય ચીજો થી લઈને ટીમા ભાવ વધારા બાદ હવે પ્લેનની મુસાફરી ઓ મોંઘીદાટ થી છે ત્યારે હવે ઘરમાં બેસીને ભજન કરો તેવા હાલ છે, સરકાર દ્વારા પેટ્રોલમાં સબસીડી અને રાહત છતાં ભાવ વધારો કેમ? તે યર્થાત પ્રશ્ન છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશની પ્રજાનેમોંઘવારીનો વધુ એક કડવો ઘૂંટ આપતા ડોમેસ્ટિક મુસાફરીના ભાડાંમાં 12.83 ટકા સુધીનો જંગી વધારો ઝીંક્યો હતો. કેન્દ્ર સરકારના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક મુસાફરીના લઘુત્તમ અને મહત્તમ એમ બંને પ્રકારના ભાડાં ઉપર મૂકવામાં આવેલી મર્યાદામાં 9.83 ટકાથી લઇને 12.82 ટકા સુધીનો વધારો જાહેર કર્યો હતો એમ એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના વાઇરસની મહામારીના પગલે લાદવામાં આવેલા લોકડાઉન બાદ 25 મે-2020થી દેશમાં ડોમેસ્ટિક હવાઇ મુસાફરી શરૂ કરવાને લીલી ઝંડી અપાઇ હતી અને તે સાથે કેન્દ્ર સરકારે લઘુતમ અને મહત્તમ એમ બંને પ્રકારના ભાડાં માટે એક ચોક્કસ મર્યાદા નિર્ધારિત કરી હતી.કોરોના વાઇરસના પગલે આર્થિક રીતે બેહાલ થઇ ગયેલી એરલાઇન્સ કંપનીઓને નાણાંકીય ટેકો આપવા સરકારે લઘુતમ ભાડાં માટે એક ચોક્કસ મર્યાદા નક્કી કરી હતી. તે ઉપરાંત જ્યારે પ્લેનમાં સીટની માંગમાં જ્યારે ભારે ઉછાળો આવે ત્યારે મુસાફરોને વધુ હવાઇ ભાડું ચૂકવવું ન પડે એવા આશયથી ભાડાંની મહત્તમ મર્યાદા પણ નિર્ધારિત કરી હતી.
જો કે 12 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા સરકારી આદેશમાં નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે 40 કે તેથી ઓછી મિનિટની હવાઇ મુસાફરી માટેની જે રૂ. 2600ની લઘુતમ મર્યાદા હતી તેને 11.53 ટકા જેટલી વધારીને રૂ. 2900 કરી નાંખી હતી, જ્યારે 40 કે તેથી વધુ મિનિટની હવાઇ મુસાફરી માટેની મહત્તમ મર્યાદામાં 12.82 ટકાનો વધારો કરી તેને રૂ. 8800 જેટલી કરી નાંખી હતી.
સમાન રીતે 40 થી 60 મિનિટ સુધીની હવાઇ મુસાફરી માટેની રૂ. 3300ની લઘુતમ મર્યાદાને વધારીને રૂ. 3700 કરી નાંખી હતી. આ ફ્લાઇટ માટે મહત્તમ મર્યાદાને પણ 12.24 ટકા જેટલી વધારીને રૂ. 11000 કરી નાંખી હતી.
60 થી 90 મિનિટ સુધીની હવાઇ મુસાપરી માટેની લઘુતમ મર્યાદા રૂ. 4500 નિર્ધારિત કરાઇ છે જે 12.5 ટકાનો વધારો સૂચવે છે, જ્યારે આ પ્લાઇટ માટેની મહત્તમ મર્યાદામાં 12.82 ટકાનો તોતિંગ વધારો ઝીંકીને તેને રૂ. 13,200 કરી નાંખી હતી.
હવેથી 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની હવાઇ મુસાફરીના ભાડાંની લઘુતમ મર્યાદા અનુક્રમે રૂ. 5300, રૂ. 6700, રૂ. 8300, અને રૂ. 9800 નિર્ધારિત કરવામાં આવી છે. યાદ રહે કે આ ભાડાંની રકમ અત્યાર સુધી અનુક્રમે રૂ. 4700, રૂ. 6100, રૂ. 7400 અને રૂ. 8700 હતી.
આજે કેન્દ્ર સરકારના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક હવાઇ મુસાફરીના ભાડાં ઉપર લાદવામાં આવેલી લઘુતમ અને મહત્તમ મર્યાદામાં તોતિંગ વધારો કરતાં આગામી દિવસોમાં અમદાવાથી મુંબઇ, અને અમદાવાદથી દિલ્હી જેવા સૌથી વધુ ટ્રાફિક ધરાવતા રૂટના ભાડાંમાં તોતિંગ વધારો થશે.
સરકારે 40 થી 60 મિનિટ સુધીની હવાઇ મુસાફરી માટેના ભાડાં ઉપર લાદવામાં આવેલી મહત્તમ મર્યાદામાં 12.24 ટકાનો વધારો મંજૂર કરતાં હવેથી એરલાઇન્સ કંપનીઓ ભારે માંગ હશે એવી સિઝનમાં અમદાવાદથી મુંબઇ સુધીની હવાઇ મુસાપરી માટે પેસેન્જરો પાસેથી રૂ. 11000 સુધીનું ભાડું વસુલ કરી શકશે. અલબત્ત આ નિર્ણયથી ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓને બખ્ખા થશે પરંતુ હવાઇ મુસાફરી કરનારા લોકોને તોતિંગ ભાડું ચૂકવવું પડશે.