દેશમાં ઘણા જ દાનવીરો છે, જે દાન આપે પણ પોતાનું નામ ગુપ્ત રાખવા માંગતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો GJ-1 ખાતે ડેપ્યુટી મુખ્યમંત્રીને પરામર્શ કરીને પોતાનું નામ ગુપ્ત રાખવા 100 કરોડ જેટલું માતબર દાન કરેલ છે અમદાવાદમાં રહેતા એક સંપન્ન પરિવારે કિડની હોસ્પિટલની સેવાથી પ્રભાવિત થઈને રૃ. ૧૦૦ કરોડનું દાન આપવાની ઓફર કરી છે, આગામી દિવસોમાં સિવિલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટયૂટને ૧૦૦ કરોડનું દાન મળવાનું છે, કિડની ઈન્સ્ટિટયૂટ બિલ્ડિંગમાં જે તે દાતાના નામની તક્તી ક્યાં મૂકવી તે સહિતની અત્યારે ચર્ચા ચાલી રહી છે.
જોકે ૧૦૦ કરોડનું દાન આપનારા દાતાનું નામ તેમણે જાહેર કર્યું ન હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અંગદાનની જાગૃતિ માટે શપથ લેવડાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઓનલાઈન સંદેશામાં કહ્યું હતું કે , આજે દેશમાં પ્રતિ દસ લાખ વ્યક્તિએ ૦.૮૬ ટકા લોકો જ અંગદાન માટે સંમતિ દર્શાવે છે, આ આંક અમેરિકામાં ૨૬ જેટલો છે.
આ કાર્યક્રમથી ૧૦ લાખ લોકોને અંગદાન માટે પ્રેરવાની પહેલ દેશમાં અંગદાન ક્ષેત્રે જાગૃતિનું સર્જન કરશે, કિડની ઈન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યભરમાં ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી રહી છે, તેની સંખ્યા હવે ૫૪ થઈ છે,