દેશનાં વડાપ્રધાન ગુજરાતના વિકાસ માટે હરહંમેશ કટીબદ્ધ રહ્યા છે ત્યારે ગુજરાતનું પાટનગર એવું GJ-18નાં વિકાસ માટે સ્માર્ટ સીટી થકી કરોડો રૂપિયાની ગ્રાંટો આપવામાં આવી રહી છે. ત્યારે આજથી ૩ દાયકા પહેલા દિલ્હીથી જે ગ્રાંટો ગુજરાતમાં આવતી હતી તે ૧૦૦ રૂપિયા ૨૦ રૂપિયા બની જતી હતી. ત્યારે હવે મોદી સરકારના રાજમાં પૂરેપૂરા નાણાં કેન્દ્રના રાજ્યને મળે છે, ત્યારે જે ગ્રાન્ટ ગુજરાત સરકારમા આવે છે તે પૂરેપૂરી ગ્રાન્ટ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ડે. મુખ્યમંત્રી બે હાથે નહિ પણ, GJ-18 નાં વિકાસ માટે ચાર હાથે ગ્રાન્ટ આપી રહ્યા છે. ત્યારે અહી લાખના બાર હજાર થતાં હોય તેમ ભ્રષ્ટાચાર આદરી દીધો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે RTIમાં કોંગ્રેસની એક મહિલા સતત ઝઝૂમી રહી છે ત્યારે હજુપણ RTIની માહિતી આપવામાં તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહેલું હોવાને કારણે તંત્રને પણ રેલો આવી ગયો છે ત્યારે પૂર્વ મેયર પ્રવીણ પટેલ, હંસાબેન મોદીની ગ્રાંટો પણ સ્વાહા થઈ ગઈ છે ત્યારે વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારમા વિકાસના કામો જડબેસલાક થયા છે તે પણ હકીકત છે. હંસાબેન મોદી, પ્રવીણ પટેલ ન કરી શક્યા તે રીટા પટેલે સ્માર્ટ સીટીની ગ્રાન્ટમાંથી અનેક કામોનો બુકડો બોલાવી દીધો.
ભાજપ કોંગ્રેસનો વિરોધ છતાં મોટાભાગના બિલો વટભેર પાસ થઈ ગયા, આફતને અવસરમાં પલટી નાખ્યો, પૂર્વ મેયરની ગ્રાન્ટમાંથી હાથ ધરાયેલા કામો અને ખર્ચનો હિસાબ મેળવવા માટે કોંગ્રેસના કાઉન્સિલરે છેક વિજિલન્સ કમિશનર સુધી રજૂઆત કરી હતી.
વિજિલન્સ કમિશનરની સૂચના બાદ પણ મ્યુનિ. તંત્ર દ્વારા ગ્રાન્ટનો હિસાબ અપાયો હતો, પરંતુ તેમાં અધૂરી માહિતી આપવામાં આવી હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. કોરોના મહામારીના દરમિયાન આફતને પણ ખિસ્સા ભરવાનો અવસર બનાવ્યો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે દાવો કર્યો હતો કે, મેયરની ગ્રાન્ટના હિસાબમાં પતંગ, વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સ જેવી ખરીદીની વિગતો છુપાવવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર પિન્કીબેન પટેલે મ્યુનિ. કમિશનરને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે, મેયરને ફાળવેલ ગ્રાન્ટના હિસાબમાં અધૂરી માહિતી આપીને છેતરપિંડી કરવામાં આવી છે. પ્રજાના ટેક્સમાંથી મેયરને ફાળવેલી ગ્રાન્ટને વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના વર્ષમાં ક્યાં-ક્યાં વાપરવામાં આવી તે અંગેનો હિસાબ ત્રણ વાર પત્ર લખીને માગ્યો હતો. આમ છતાં હિસાબ ન અપાતાં છેવટે વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી. તેમની સૂચનાથી હિસાબ અપાયા છે, પરંતુ તેમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. મેયરની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના પતંગ ખરીદવામાં આવ્યા હતા. જેમાં ત્રણ ખોટા એડ્રેસવાળા ક્વોટેશન હતા અને ખોટા જીએસટી બિલોથી ખરીદી થઈ હતી. આ વિવાદાસ્પદ ખરીદીનો તેમાં ઉલ્લેખ નથી. તાજેતરમાં કોવિડ-૧૯ના નામે એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર મશીન વગેરેની ખરીદી કરવામાં આવી હતી, તેની વિગતો પણ અપાઈ નથી. નાગરિકોને અનાજ વિતરણ કીટ અપાઈ હતી, પરંતુ ક્યાંથી ખરીદી અને કોને આપવામાં આવી હતી તે અંગેની વિગતો અપાઈ નથી. આફતને ખિસ્સા ભરવાનો અવસર ઉજવ્યો તેની વિગતો આપવા કોંગ્રેસે પડકાર ફેંક્યો હતો.