માણસાના ઇટાદરા ગામ ખાતે બાલમંદિર અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના ( ઇંગ્લીશન મીડિયમ)ના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન આજરોજ નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરાયું

Spread the love

માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે શેઠશ્રી સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ પટેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલના ( ઇંગ્લીશન મીડિયમ)ના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન આજરોજ નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
નવી પેઢીની કેળવણી – સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય શાળાઓ કરી રહી છે, તેવું કહી નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાળાઓની ભૌતિક સુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓને વધુ ઉત્તમ ગામના દાતાશ્રીઓના દાનથી પ્રદાન થાય છે.વધુ ધનવાન લોકોએ સમાજ વિકાસ અને ગામના વિકાસ માટે હમેંશા મદદરૂપ થાય છે. દાતાશ્રીઓની દાન કરવાની ભાવના થકી જ આજે સમાજમાં અનેક ગરીબ પરિવારોના દીકરા – દીકરીઓ સારું શિક્ષણ મેળવી રહી છે. ગામના વિકાસ કામો વધુ સરળ બની રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની મહાબિમારી દરમિયાન પણ માણસા સિવીલ હોસ્પિટલ ખાતે દાતાશ્રીઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દેશ- વિદેશમાં રહી કે અન્ય શહેરમાં કામ – ધંધો કરી અનેક ધનવાન બનેલા લોકો પોતાના વતન પ્રત્યેનું ઋણ અદા કરવા આવા સેવાકીય કાર્યોમાં દાન આપવા અગ્રેસર રહે છે.
તેમણે રાજય સરકાર દ્વારા અમલી બનાવેલ વતન પ્રેમ યોજનાની વાત કરતાં જણાવ્યું હતું કે, આ યોજના થકી જે દાતાઓ ગામમાં શિક્ષણ, પીવાનું પાણી, પંચાયત, આંગણવાડી જેવા સરકારે નક્કી કરેલા કામો કરવા માંગતા હોય તો તે કામોમાં દાતાશ્રીએ ૬૦ ટકા જેટલી રકમ આપવાની રહેશે. તેમજ બાકીની ૪૦ ટકા રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આ યોજનાને કેવો પ્રતિસાદ મળ્યો છે, તેની પણ રસપ્રદ વાત પોતાની શૈલીમાં કહી હતી.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇપણ કાર્યને સફળ થવા પાછળ દાતાઓને જેટલો જશ મળે છે, તેટલું જ જશ આ કામમાં દાતાએ આપેલા રૂપિયાનું સુચારું આયોજન કરી પોતાના સમયનું યોગદાન આપનારને પણ મળે છે. સમયનું યોગદાન આપનારની પણ ભૂમિકા કોઇપણ સેવાકીય કાર્યને સાર્થક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે.
તેમણે રાજય સરકારની વિવિધ ફલેગશીપ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપી હતી. તેમજ ગામમાં હજુ પણ સેવાકીય કાર્યમાં સહયોગ આપતા દાતાશ્રીઓને વતન પ્રેમ યોજનાનો લાભ લેવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે સંતોકબા કાળીદાસ પટેલ બાલ મંદિરના દાતાશ્રીઓ અને હીરાબેન કાન્તિલાલ પટેલ પ્રિ-પ્રાયમરી સ્કૂલના દાતા સર્વેશ્રી અરવિંદભાઇ પટેલ, રાજીવભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, અશોકભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, રસિકભાઇ પટેલ ર્ડા. જગદીશભાઇ પટેલ ,શ્રી ડી.ડી.પટેલ, સ્વ. શાંતાબેન ત્રિભોવનદાસ પટેલ, સ્વ. રમણલાલ નારણદાસ વૈધ, સ્વ. રમણભાઇ સોમાભાઇ પટેલ, જલધારાના દાતા શ્રી મનુભાઇ પટેલ અને ભોજનદાતા શ્રી ભાવેશભાઇ પટેલનું નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માણસાના ધારાસભ્ય શ્રી સુરેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઇ ચૌધરી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ તેમજ સમાજ અને ગામના અગ્રણીઓ, ઉધોગપતિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com