કેરળમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં એકવીસ હજાર લોકો સંક્રમિત થયા

Spread the love

કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વિકટ થતી જઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૧ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જેના કારણે દેશમાં એક દિવસમાં નોંધાતા નવા કેસોની સંખ્યા ૩૬ હજારથી વધુ છે. બીજી તરફ, સંક્રમણનો સામનો કરી રહતાં વધુ ૫૪૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના મૃત્યુઆંક ફરી ૫૦૦ના આંકને પાર કરતાં ચિંતામાં વધારો થયો છે. વિશેષમાં ગુરૂવારના ૨૪ કલાકમાં ગુજરાતમાં વધુ ૧૯ લોકો સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૬,૫૭૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૪૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૩,૫૮,૮૨૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૭,૨૨,૮૧,૪૮૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૭૧,૨૮૨ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૫ લાખ ૬૧ હજાર ૬૩૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૬,૫૫૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૬૩,૬૦૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૫૮૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૯ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૦,૨૬,૯૯,૭૦૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૮,૮૬,૨૭૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૮ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૪,૧૯,૪૩,૪૦૨ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩,૭૭,૫૩૮ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૫, વડોદરામાં ૪, જૂનાગઢમાં ૨, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, નવસારી ૧-૧ સહિત કુલ ૧૯ કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં ૫, સુરતમાં ૫, વડોદરામાં ૩, પોરબંદરમાં ૩, રાજકોટ, જૂનાગઢમાં ૨-૨, સાબરકાંઠા, નવસારીમાં ૧-૧ સહિત કુલ ૨૨ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com