અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગોડાઉનોમાં સલામતી માટે સિક્યુરીટી ગાર્ડ , પેટ્રોલ પંપો-હોટલો-ટોલ પ્લાઝા તથા જાહેર સ્થળોએ રેકોર્ડીંગ સીસ્ટમ સાથે રાખવી ફરજિયાત

Spread the love

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અસલાલી. સાણંદ, ચંગોદર, ધોળકા, વિરમગામ ટાઉન, બોપલ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટા ગોડાઉન આવેલા છે. આ કાર્યરત ગોડાઉનોમાં બહારથી માલસામાન લાવી સંગ્રહ કરતા મોટા ભાગના પ્રરપ્રાંતના ઈસમો હોય છે.જે ગોડાઉન તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાંથે સંકળાયેલા છે.આ ગોડાઉનો પર વોચમેનોની સંખ્યા નહિવત હોવાના કારણે ચોરી- લૂંટ તથા ધાડ જેવી ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ અટકાવવા આવી પ્રવૃત્તિ આચરતા ઈસમો તેમજ આવા ઈસમોને બહારથી લાવનાર મુકાદમો અથવા કોન્ટ્રાક્ટરો ઉપર આવશ્યક નિયંત્રણો મુકવા જરૂરી હોઈ અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પરિમલ પંડ્યાએ એક હુકમ બહાર પાડી કેટલીક બાબતોની અમલવારી કરવા જણાવ્યું છે. ઉપરોક્ત વિસ્તારમાં ગોડાઉનોમાં સલામતી માટે સિક્યુરીટી ગાર્ડ ( વોચમેન) રાખવા તથા તેની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જાણ કરવા ફરજિયાત બનાવ્યું છે. તેમજ ગોડાઉનની અંદર તથા બહારના ભાગે બહારથી આવતા તથા જતા વાહનોની નંબર પ્લેટ અને તેમાં બેઠેલ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે દેખાય તે રીતેની ગુણવત્તા ધારાવતા સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવા અને તેનું ફૂટેજ દિન-૩૦ સુધી સંગ્રહ કરવા પણ ફરજિયાત બનાવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમા ફરજ બજાવતા વિભાગીય પોલીસ અધિકારીના દરજ્જાથી પોલીસ ઈન્સ્પેકટર સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામામો ભંગ કરનાર ઈસમો સામે ઈ.પી.કો.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૧૭ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. પેટ્રોલ પંપો-હોટલો-ટોલ પ્લાઝા તથા જાહેર સ્થળોએ રેકોર્ડીંગ સીસ્ટમ સાથે સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે. અમદાવાદ શહેરમાં ચોરી લૂંટ- બોંબ ધડાકા જેવી ઘટનાઓ આચરી જાનહાની તથા મિલ્કતોને હાનિં પહોંચાડનારા તત્વો આવી અસામાજિક પ્રવૃત્તિ આચર્યા બાદ અમુક અંતરે જઈ પેટ્રોલ પંપ પર બળતણ ભરાવવા અથવા તો હોટલો પર ચા પાણી કરતા કે જમવા રોકાતા હોય છે. અવા ગુનાઓ શોધવા માટે મહત્વની કડી બને તે માટે પેટ્રોલ પંપો, હોટલો, તેમજ જાહેર અવર જવર વાળા સ્થળોએ સીસીટીવી કેમેરા ( નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મુકવા જરૂરી છે. સાથે સાથે ગુનેગારો દ્વારા ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગાર વિરુધ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો મુકી શકાય તે માટે અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પરિમલ પંડ્યાએ એક જાહેરનામા દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે મુકવા ફરજિયાત બનાવ્યા છે. આ જાહેરનામા અન્વયે અમદાવાદ જિલ્લાના મહેસૂલી વિસ્તારની હકૂમતમાં આવેલ તમામ પેટ્રોલ પંપો, શોપીંગ સેન્ટર, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, અતિથી ગૃહ, વિશ્રામ ગૃહ, બહુમાળી બિલ્ડીંગ, વધારે ભીડભાડ વાળા વિસ્તારો તેમજ ટોલ પ્લાઝાના માલિકો ઉપભોકતા/ વહીવટ કર્તાઓએ ગાડીના નંબર દેખાય, ડ્રાઈવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થાય, આવતી જતી વ્યક્તિ તથા વાહનોની ઓળખ થઈ શકે તે રીતે અને ૧૫ દિવસ સુધી રેકોર્ડીંગ રહી શકે તેવી વ્યવસ્થા સાથેના સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) રેકોર્ડીંગ સિસ્ટમ સાથે પુરતા પ્રમાણમાં મુકવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા વિભાગીય પોલીસ અધિકારીના દરજ્જાથી પોલીસ ઈન્સ્પેકટર સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામામો ભંગ કરનાર ઈસમો સામે ઈ.પી.કો.કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૧૭ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ તા- ૬/૧૦/૨૦૨૧ સુધી અમલમાં રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com