ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ

Spread the love

 

 

 

 

ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબે

¤ જીએસટી એનાલિટીક્સ અને ઇન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) અને RFID આધારિત NIC ની સિસ્ટમના ઉપયોગ દ્વારા મોટાપાયે ચકાસણીની કામગીરી શરૂ

*********

ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે કામગીરી કરવામાં અગ્રેસર છે. છેલ્લા કેટલાક સમયથી વિભાગ દ્વારા આવી કામગીરી અંગે મોટાપાયે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે અને તેના પરિણામ સ્વરૂપે વિભાગે કરચોરી અને બોગસ બિલિંગના ઘણા મોટા પ્રમાણમાં કેસો શોધી કાઢ્યા છે.

 

જી.એસ.ટી વિભાગ દ્વારા આવા પ્રકારના કેસો શોધી કાઢવા માટે GSTN દ્વારા વિકસાવેલ જીએસટી એનાલિટીક્સ અને ઈન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) ટૂલનો ઉપયોગ શરૂ કરેલ છે. જે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સનો ઉપયોગ કરી ખોટી વેરાશાખ લેતા અને કરચોરી કરતાં કરદાતાઓ શોધી કાઢે છે. આ ટૂલ ખરીદ વેચાણના વ્યવહારોની સમગ્ર ચેઇનનો ગ્રાફિકલ આઉટપુટ આપે છે તેમજ બોગસ બિલિંગના કેસો શોધવામાં મદદરૂપ થાય છે,આ ઉપરાંત એનઆઇસી દ્વારા ઇ વે બિલ પોર્ટલ અને FASTAG ના ડેટાનું એકીકરણ કરી તેના આધારે REAL TIME ડેટા ના વિવિધ રીપોર્ટ્સની ફેસીલિટી શરૂ કરેલ છે. તેથી કરપાત્ર માલનું વાહન કરતાં વાહનોનું રિયલ ટીમ ટ્રેકિંગ સંભવ બનેલ છે.

 

ગુજરાત જીએસટી વિભાગે આ સિસ્ટમ અને અન્ય ટૂલનો ઉપયોગ કરી કરચોરીની સંભાવનાવાળા વાહનો શોધી કાઢવા અને આવા વાહનો મોબાઇલ સ્કવોર્ડની મદદથી પકડી પાડવા 24 ×7 કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે. આ કંટ્રોલ રૂમ શરૂ કરવાથી કરચોરીના કેસો શોધી કાઢવામાં વિભાગને સારા પરિણામો મળેલ છે.

 

વધુમાં વિભાગ દ્વારા B-Tool વિકસિત કરાવેલ છે. જેમાં વિવિધ પ્રકારના ડેટાનો એનાલિસિસ કરી કરચોરીના સંભવિત કેસો શોધી શકાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com