“સૌને મળે અન્ન,ભૂખ્યું ના સૂવે કોઈ જન” GJ-18 ખાતે ભાજપ દ્રારા અનાજની કીટનું વિતરણ કરાયું

Spread the love

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ રાશન કીટનું મહાનગરના વોર્ડ નં. ૧,૨.૩ અને ૯માં ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ભૂપેન્દ્ર પટેલ, મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ તેમજ કર્ણાવતી મહાનગરના ઉપાધ્યક્ષશ્રી દર્શક ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદોને અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહાનગરના મહામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સિનિયર અગ્રણીશ્રીઓ, મોરચાના પદાધિકારીઓ, ભાજપના ઉમેદવારો, વોર્ડના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *