નહેરૂ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આયોજિત ફ્રીડમ દોડને જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના હસ્તે લીલીઝંડ અપાઇ

Spread the love

નહેરૂ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતે ફ્રીડમ રન (દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરૂકુલ, સેકટર- ૨૩, ગાંધીનગર ખાતેથી આયોજિત આ દોડને જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય દ્વારા લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં ૭૫ યુવાના સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ ઉજવણી થકી આજની નવયુવાન પેઢીને આઝાદી કેટલી મુશ્કેલીથી મળી છે, તેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવે છે. કોઇપણ દેશની સાંસ્કૃતિક કે બૌધ્ધિક શક્તિ વધારવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું મહત્વ ખૂબ જ છે. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં ભાઇચારા અને સહકારની ભાવના પણ પેદા થાય છે.
કલેકટરશ્રીએ યુવાનોને રોજિંદા જીવનમાં યોગ અને કસરતને એક ભાગ બનાવવો જોઇએ. નિયમિત યોગ કે કસરત કરવાથી આપણા શરીરમાં સામાન્ય બિમારીઓ થતી નથી. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે કોરોના જેવી મહાબિમારીથી બચવામાં આ રોગ પ્રતિકારક શક્તિ મદદ રૂપ બને છે. તેમણે ઉપસ્થિત સર્વે નવ યુવાનોને દોડમાં સહભાગી થવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
ફ્રીડમ દોડનો આરંભ લીલી ઝંડી આપીને કલેકટરશ્રીએ સ્વામિનારાયણ ગુરૂકુલ, સેકટર-૨૩ ખાતેથી કરાવ્યો હતો. આ દોડ ઘ-૫, ચ-૫, સેકટર-૧૯ સર્કલ થઇને સરકીટ હાઉસ ખાતે પૂર્ણ થઇ હતી. આ દોડમાં ૭૫ જેટલા નવયુવાનો સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત, ગાંધીનગર પૂર્વ સદસ્ય શ્રી જયેશભાઇ ચૌધરી, નેહરૂ યુવા કેન્દ્રના રાજય નિર્દેશક શ્રી મનિષા શાહ, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી ભારતી મૌંગરા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com