જો તમે કોઈ સરકારી કચેરીમાં જાઓ અને કોઈ અધિકારી તમને કહે કે, તે 5 મિનિટ માટે યોગા બ્રેક પર જાય છે તો તેમાં આશ્ચર્યચકિત થવાની જરાપણ જરૂર નથી હાલ સરકાર એક વિશેષ આયોજન કરી રહી છે કે, જેથી તેમનો સ્ટાફ આખો દિવસ કામ દરમિયાન ફ્રેશ રહે. આ માટે હાલ બધા જ સરકારી કર્મચારીઓને વાય-બ્રેક એપ ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ એપમાં યોગની પદ્ધતિઓ અને ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ એપ આયુષ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આ આદેશ બે દિવસ પહેલા જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં તમામ મંત્રાલયોને આ એપને પ્રોત્સાહન આપવા માટે કહ્યું છે. આ આદેશમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને વિનંતી છે કે, તે Y-BREAK એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે.
આયુષ મંત્રાલયે એક દિવસ પહેલા એક મોટા કાર્યક્રમમાં આ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેમાં છ મંત્રીઓએ ભાગ લીધો હતો. ડીઓપીટી મંત્રી જીતેન્દ્ર સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાયદા મંત્રી કિરેન રિજિજુને વિનંતી કરી હતી કે, ‘કાર્યસ્થળ પર પાંચ મિનિટ માટે યોગ વિરામ પર નિયમ બનાવવો જોઈએ. જેથી લોકો તેનો લાભ લઈ શકે’.
આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીઓએ સભામાં આ એપ પર પ્રદર્શિત યોગાસન કર્યુ હતું. કાયદા મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, આ એપ જંગલની આગની જેમ ફેલાશે. આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, પાંચ મિનિટનો યોગ પ્રોટોકોલ ખાસ કરીને કામ કરતા લોકો માટે તેમની કાર્યક્ષમતા વધે તે હેતુસર બનાવ્યો છે. આ એપ કાર્યસ્થળે તણાવ ઘટાડવા, લોકોને તાજગી પૂરી પાડવા અને ફરીથી તેમનું કામમા ધ્યાન કેન્દ્રિત કરવા માટે રચાયેલ છે.આ એપ્લિકેશનમાં આસન, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે. મંત્રી મહોદયે જણાવ્યું કે, ‘અમે જાણીએ છીએ કે કોર્પોરેટ પ્રોફેશનલ્સ તેમના કામને કારણે ઘણીવાર તણાવ અનુભવતા હોય છે. લોકોનો કામના કારણે વધતો આ તણાવ ઘટાડવા માટે વાય-બ્રેક એપ વિકસાવવામાં આવી છે તે કામના સ્થળે કર્મચારીઓને થોડો આરામ આપશે. 2 સપ્ટેમ્બરે જારી કરાયેલા DoPT ના આદેશમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આયુષ મંત્રાલયે વર્ષ 2019માં એક નિષ્ણાત સમિતિ દ્વારા કાર્યરત સ્થળ માટે 5 મિનિટના યોગ પ્રોટોકોલ દ્વારા આ એપ ડિઝાઇન અને વિકસિત કરી છે. આ મોડ્યુલ જાન્યુઆરી 2020 માં છ મુખ્ય મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. DoPT ના આદેશમાં એવું જણાવવામાં આવ્યું છે કે, તેની પ્રતિક્રિયા ખુબ જ ઉત્સાહજનક હતી