શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી કુષ્ણનગર સોસાયટીના રહીશોના સામે સોલા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી જમીન પર બારોબાર ગેરકાયદેસર સોસાયટી બનાવી દીધી હતી. આ અંગે સોસાયટીના જ એક રહીશે મકાનના વિવાદ બાબતે કલેકટર કચેરીમાં અરજી કરતાં આખી સોસાયટી ગેરકાયદેસર હોવાનંુ બહાર આવતાં તાત્કાલિક કલેકટર ધ્વારા કાયદેસરના પગલાં લેવાનો હુકમ કરતાં આખી સોસાયટીના રહીશો સામે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે.
ગફરૃભાઇ દેસાઇ નામના શખ્સે સરકારી જમીન પર કબ્જે કરવામા મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનંુ જાણવા મળ્યંુ છે. આખી સોસાયટી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોય તેવી આ ગુજરાતની પ્રથમ ઘટના હોવાનુ જાણવા મળ્યુ છે.
અનેક લેન્ડ ગ્રેબિંગ ની ફ્રિયાદ નોંધાઈ છે. જેમાં એક બે કે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પણ પહેલી એવી ફ્રિયાદ નોંધાઈ જેમાં આખી સોસાયટી સામે ગુનો નોંધાયો.છે. ચાંદલોડિયામાં સરકારી જમીન પર ગેરકાયદેસર સોસાયટીનું બાંધકામ કરતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સોસાયટીના તમામ રહીશો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.. ચાંદલોડિયામાં આવેલી સર્વે નંબર ૧૬૯ સરકારી જમીન હોવા છતાં ગફ્ૂરભાઈ દેસાઈ અને સોસાયટીના રહીશોએ ગેરકાયદે બાંધકામ કરીને રહેણાક બનાવી દેતા સોલા પોલીસસ્ટેશનમાં ફ્રિયાદ નોંધાઈ છે.. ઉલ્લેખનીય છે કે ગફ્ૂરભાઈ દેસાઈએ સરકારી જમીન પચાવીને તેમાં કૃષ્ણનગર સોસાયટી બનાવી હતી..આ સોસાયટી ના રહીશે મકાનના વિવાદમાં કલેકટરને અરજી કરતા તપાસમાં આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ થયું હોવાનું ખૂલ્યું હતું . જેથી સોલા પોલીસે ગફ્ુરભાઈ અને સોસાયટી ના તમામ રહીશો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ શરૃકરી છે.