કર્મચારી સંગઠનો દ્વારા ધારાસભ્ય અને કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કંપની મેનેજમેન્ટ ટસનું મસ થયું નહોતું. જેથી કંપનીના ગેટ પર કર્મચારીઓએ પ્રતીક ધરણા શરૂ કર્યા.
કર્મચારીઓના આંદોલનને 70 દિવસ થયાં છતાં કંપની સંચાલકોના પેટનું પાણી હલતું નથી. વેલસ્પન કંપની મેનેજમેન્ટની આપખુદશાહીના કારણે 400 જેટલા કર્મચારીઓના પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. 20-25 વર્ષથી કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ ન્યાય મેળવવા 70 દિવસથી આંદોલન કરી રહ્યા છે દહેજની વેલસ્પન કંપની સામે છેલ્લા 70 દિવસથી ચાલી રહેલું કર્મચારીઓનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. વેલસ્પન કંપની સામે ન્યાય મેળવવા જંગે ચઢેલા કર્મચારીઓના આંદોલનને 70 ગામના સરપંચોએ ટેકો આપ્યો છે. ન્યાય માટે આંદોલન ચલાવતા કર્મચારીઓના આંદોલનમાં 70 ગામના સરપંચો જોડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દહેજના વડદલા ખાતે આવેલી વેલસ્પન કંપનીમાં 410 જેટલા કર્મચારીઓને બદલીના બહાને છુટા કરવાની પેરવી કરાઈ છે.જેની સામે કર્મચારીઓએ ન્યાયની માંગ કરી રહ્યા છે .