પાટનગર ગાંધીનગરના ટાઉનહોલનું રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે; નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Spread the love

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માળખાકીય સવલતોનો વધારો કરીને દેશનું શ્રેષ્ઠ પાટનગર બનાવવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે પાટનગરના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સેક્ટર-૧૭ ખાતે કાર્યરત ટાઉનહોલનું રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે રીનોવેશન કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરાશે. આગામી છ માસમાં આ કામગીરી પૂર્ણ કરીને તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આજે ટાઉનહોલ ગાંધીનગર ખાતે રીનોવેશન કામગીરીનો શુભારંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે ગાંધીનગર શહેરની સામાજીક, શૈક્ષણિક અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરતી સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં સગવડો વધે એ માટે આ ટાઉનહોલનું રીનોવેશન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ટાઉનહોલનું નિર્માણ વર્ષ ૧૯૮૩ માં થયું હતું. ટાઉનહોલ ૩૮ વર્ષ જુનુ હોવાના કારણે ટેકનોલોજી ખુબ જ જુની અને પુરાણી થઇ છે, તેમાં મુખ્યત્વે સાઉન્ડ સીસ્ટમ, એ.સી., ઇલેકટ્રીક કામ, સાઉન્ડપુફ અને સ્ટ્રકચર ડિફેકટ, બેઠક વ્યવસ્થાના વપરાશમાં ખુબ જ તકલીફ પડતી હોવાના કારણે ટાઉનહોલના નવીની કરણની જરૂરીયાત ઉભી થતાં હવે નવીનીકરણની કામગીરી હાથ ધરાશે.
તેમણે ઉમેર્યુ કે, ટાઉનહોલના આધુનીકરણમાં હાલ ૧૧૦૦ બેઠકોની વ્યવસ્થા હતી પરંતુ દર્શકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી તેને ધ્યાને રાખીને બે લાઇન વચ્ચે અંતર રાખવા હવે બેઠક વ્યવસ્થા ૧૦૩૦ જેટલી નિયત કરાઇ છે. આ ઉપરાંત જુના ગ્રીન રૂમનું નવીનીકરણ, નવીન ટોઇલેટની સુવિધા, નવો વી.આઇ.પી. સ્યુટરૂમ અને લીફટની સુવિધા, જનરલ તથા વી.આઇ.પી. અલગ- અલગ પ્રવેશ દ્વાર અને પાર્કીંગની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉપરાંત આધુનીક ફાયર અલાર્મ અને સીસ્ટમ ઉભી કરવામાં આવશે. નવી સાઉન્ડ પ્રુફ સીસ્ટમ તથા છતના ભાગે નવી ડેકોરેટીવ ફોલ્સ સીલીંગ ઉભી કરાશે. સાથે સાથે સ્ટેજનું પણ આધુનીકરણ કરવામાં આવશે. પ્રવેશદ્વારના ફોયરમાં બે મોટા શીલ્પ તથા ૨ ટીકીટ કાઉન્ટર, વેઇટીંગ લોન્જનું નવિનીકરણ, પ્રવેશદ્વારમાં પ્રદર્શન માટે નવિન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
આ ઉપરાંત નવું એ.સી.પ્લાન્ટતથા નવું ચીલ્લર રૂમ, ઇલેકટ્રીક ટ્રાન્સફોરમર અને નવું સબ સ્ટેશન, લેટેસ્ટ સાઉન્ડ સીસ્ટમ, બે લીફ્ટ, એલ.ઇ.ડી. વોલ સહિત અદ્યતન લાઇટીંગની વ્યવસ્થાઓ પણ ઉભી કરાશે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રીમતી રીટાબેન પટેલ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com