આજના સમયમાં ભલે લોકતંત્રએ ભલે રાજાઓ પાસેથી તેમની તાકાત તથા શાસન છીનવી લીધુ હોય પરંતુ આજે પણ આપણા દેશમાં એક એવો રાજકુમાર છે જેનો શાહી ઠાઠ તથા રાજાશાહી જોવા મળે છે. પદ્મનાભસિંહ ફક્ત 21 વર્ષનાં એવા રાજા છે જેઓ 20 હજાર કરોડની સંપત્તિનાં માલીક છે. આ સાંભળવામાં થોડું અજીબ જરૂર લાગશે પરંતુ આ વાત બિલકુલ હકીકત છે. ફક્ત એટલું જ નહી, આ યુવક પોતાને ભગવાન રામના વંશજ પણ ગણાવે છે.
પદ્મનાભ સિંહ જયપુરના રાજવી પરિવારના છે. તે જયપુરના રાજવી પરિવારના 303 મા વંશજ છે. તે એક મોડેલ, પોલો પ્લેયર અને પ્રવાસી પણ છે. તેમને ફરવાનો પણ ખૂબ શોખ છે. મોટાભાગનો સમય તેઓ ફરવામાં જ પસાર કરે છે.
જયપુર ભારતના સૌથી મોટા રજવાડાઓમાંથી એક છે. જયપુરની સ્થાપના 1727 માં મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા કરવામાં આવી હતી. જયપુરમાં કચ્છવા વંશના રાજપૂતોએ રાજ કર્યુ છે. પદ્મનાભ સિંહ આ વંશનો રાજા છે અને તે તેને આગળ વધારી રહ્યા છે.
એવું કહેવાય છે કે જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના પુત્ર કુશના 309મા વંશજ હતા. આ રાજવી પરિવાર સાથે જોડાયેલા પદ્મિની દેવીએ પોતે જ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. આ સિવાય આ રાજવી પરિવારે તેની ઓફિશિયલ સાઇટ પર પણ આનો ખુલાસો કર્યો છે.
પોતાની વૈભવી જીવનશૈલી માટે જાણીતા પદ્મનાભ સિંહનો જયપુરના રામ નિવાસ પેલેસમાં ખાનગી લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. એપાર્ટમેન્ટમાં એક બેડરૂમ, સાઇટ બાથરૂમ, ડ્રેસિંગ રૂમ, ખાનગી ડાઇનિંગ રૂમ, ખાનગી રસોડું, વરંડા અને પૂલ પણ છે. 2011 માં, આ શાહી પરિવારની કુલ સંપત્તિ 621.8 મિલિયન રૂપિયા 44 અબજ રૂપિયાથી વધુ હતી, જે હવે વધીને 48 અબજ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.