GCCI ખાતે સરકાર દ્વારા નવું અનુબંધમ પોર્ટલ શરુ કરવા તેમજ કૌશલ્ય વર્ધન – તાલીમ અંગે ચર્ચા માટે સેમિનારનું આયોજન

Spread the love

 

 

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI ) અને શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી અંજુ શર્મા IAS, અગ્ર સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગમાં નવા અનુબંધમ પોર્ટલ વિષે જાગૃતિ લાવવા માટે તેમજ રોજગારી ઉત્પન્ન કરવામાં અને કૌશલ્ય વર્ધન માટે ઉદ્યોગોની ભૂમિકા અંગે ચર્ચા કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

દીપ પ્રાગટ્ય બાદ ઉCCI ના પ્રમુખ નટુભાઈ પટેલના સ્વાગત પ્રવચનથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેમણે તેમના પ્રવચનમાં સરકારની આ પહેલને આવકારી હતી અને જણાવ્યું હતું કે આ પોર્ટલ નોકરીદાતાઓ અને નોકરી શોધનારાઓ વચ્ચેના અંતરને દૂર કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઉદ્યોગોને સામાન્ય રીતે પ્લેસમેન્ટ એજન્સીઓ પાસેથી ઉમેદવારોની પ્રોફાઇલ મેળવવા માટે 15% જેટલી રકમ ચૂકવવી પડે છે પરંતુ હવે આ પોર્ટલ થકી આ ખર્ચ બચાવવામાં મદદ મળશે.

 

સચિન પટેલ, માનદ ખજાનચી, GCC એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પહેલને અનુરૂપ શ્રમ કાયદાઓમાં ઘણા સુધારાઓ કર્યા છે અને અનુબંધમ પોર્ટલ તેમાંથી એક છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ પોર્ટલ ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને કુશળ માનવબળ મેળવવામાં ઉદ્યોગોને જે મુશ્કેલી પડે છે તેને દૂરર કરવામાં આ પોર્ટલ મદદ કરશે .કે.વી. ભાલોડીયા, અધિક નિયામક, રોજગાર અને તાલીમ નિયામકની કચેરીએ અનુબંધમ પોર્ટલ તેમજ એપ્રેન્ટિસ તાલીમ યોજનાની મુખ્ય વિશેષતાઓ જણાવી હતી. તેમણે જણાવ્યું કે આ પોર્ટલ નોકરી શોધનારાઓ અને ઉદ્યોગ વચ્ચે સેતુ તરીકે કામ કરશે અને તેમની કુશળ માનવબળની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પોર્ટલ મેન્યુઅલ રિટર્ન ફાઇલિંગ અને એન્ટ્રીઓની જરૂરિયાતને દૂર કરશે જેથી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જો ડિજિટલ બનશે.રોજગાર અને તાલીમ નાયબ નિયામક એમ. આર. સાહનીએ અનુબંધમ પોર્ટલ પર પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જ્યારે કે.બી. પટેલ, સહાયક નિયામકે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ સ્કીમ અંગે એક પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.સહભાગીઓને પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન તેમના પ્રશ્નો ઉઠાવવાની તક મળી, જેનો અંજુ શર્મા અને તેની ટીમ દ્વારા જવાબ આપવામાં આવ્યા. શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો કે આ પોર્ટલ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના Live Register તરીકે કામ કરશે અને ઉદ્યોગોને પોર્ટલમાં સમાવિષ્ટ વિવિધ કેટેગરી ફિલ્ટર્સ દ્વારા યોગ્ય માનવબળ શોધવાનું સરળ બનશે. તેમણે ઉદ્યોગને કૌશલ્યવર્ધન માટે સહયોગ આપવા વિનંતી કરી અને સૂચવ્યું કે GCCI દ્વારા કૌશલ્યવર્ધન માટે Centre of Excellence ની સ્થાપના કરવી જોઈએ. તેમણે ઇનોવેશન અને સોફ્ટ-સ્કિલ્સ ટ્રેનિંગને સરકાર દ્વારા આપવામાં આવેલ મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. પથીક પટવારી, માનદમંત્રી, Gcci દ્વારા આભારવિધિ કરવામાં આવી જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યના વિકાસમાં સ્થાનિક રોજગાર મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે તમામ મહાનુભાવો અને 100 થી વધુ સહભાગીઓનોને રૂબરૂ જોડાવા તેમજ 60 થી વધુ સહભાગીઓને ઓનલાઇન જોડાવા અને આ કાર્યક્રમ માટે પોતાનો સમય ફાળવવા બાદલ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com