અમદાવાદમાં બુધવારે વહેલી સવારે પડેલી આઈ ટી ની રેડ માં સમભાવ મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા આ ગ્રુપમાં આવકવેરા વિભાગના દરોડાના ત્રીજા દિવસે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં આવકવેરા વિભાગને 1000 કરોડ રૂપિયાનો દલ્લો મળ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.એટલે કે બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ઈલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા ગ્રુપના 20 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગના દરોડ પડ્યા હતા.
આ ગ્રુપ દ્વારા 500 કરોડ TDR માં કેશમાં લીધાની, 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં તથા 150 કરોડ કેશ લોન પેટે લેવાયા હોવાની શંકા આવકવેરા વિભાગને છે. હાલ IT વિભાગે 2.71 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરીને 14 લોકર સીલ કરીને ચકાસણી હાથ ધરી છે. હજુ પણ સમભાવ ગ્રૂપ અને રિયલ એસ્ટેટ બ્રોકર સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલુ જ છે.જણાવી દઈએ કે, બુધવારે વહેલી સવારે અમદાવાદના સમભાવ ગ્રુપ, કે મહેતા ગ્રુપ, યોગેશ પૂજારા તથા દિપક ઠક્કર સહિતના બિલ્ડરોના ઠેકાણાં પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી હતી. ઈન્કમટેક્સ વિભાગની ટીમોએ વહેલી સવારે 4 વાગ્યાથી અલગ-અલગ ટીમો સાથે બિલ્ડરના ઘર, ઑફિસ સહિત અન્ય ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીથી શહેરના બિલ્ડર્સ ગ્રુપમાં ફફડાટ ફેલાયો છે.નોંધનીય છે કે, ઇન્કમટેકસના 125 અધિકારીઓ અને 70થી 80 પોલીસ કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાયા
છે.