ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ તેવું જણાવ્યું હતું
અમદાવાદ
ગુજરાતના રાજકારણમાં નેતૃત્વમાં મોટા ફેરફાર થયા છે. ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ રાજીનામું આપ્યું હતું.સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આનાપગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે.તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર હતા.પાટીદાર આંદોલન તેજ થયું હતું તે પછી થોડા સમય પૂર્વે જ ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ તેવું જણાવ્યું હતું. તેને પગલે હવે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ તેનો ધમધમાટ ચાલી રહ્યો છે.દિલ્હી થી રાજકીય સૂત્રો ના જણાવ્યા અનુસાર ગૂજરાત ના આગામી નવા મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવીયા બને તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે.દિલ્હીમાં ચાલતી ચર્ચા મુજબ હાલમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ મુખ્યમંત્રી બની શકે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણવામાં આવે છે. તેઓ મુખ્યમંત્રી બનશે તેવી વાત અગાઉ પણ ચાલી હતી. હવે તેઓ દિલ્હીથી ગુજરાત આવે તેવી ચર્ચા પણ ઊભી થઇ છે.ઉપરાંત સી આર પાટીલ, નીતિન પટેલ, ના નામ પણ ચર્ચામાં છે પરંતુ મનસુખ માંડવીયા નું નામ નવા મુંખ્યમંત્રી તરીકે ફાઈનલ હોવાનું ઉચ્ચ રાજકીય સૂત્રો તરફ થી જાણવા મળેલ છે.સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં જણાવ્યું કે, મારુ માનવુ છેકે ગુજરાતના વિકાસની આ યાત્રા પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરી. સીએમ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો. ગુજરાતના વિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતનો વિકાસ કરવાનો જે અવસર મળ્યો તેના માટે માનનીય વડાપ્રધાન મોદીનો હું આભાર માનુ છું. જેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનુ છું. આ અમારી પાર્ટીની વિશેષતા રહી છે કે, પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવે છે, તે નિષ્ઠાપૂર્વક વહન કરવામાં આવે છે. પાર્ટી મને નવી જવાબદારી આપવા જઈ રહી છે, જેના માટે પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપવામાં આવશે, તે નિભાવિશ.ગુજરાતની જનતાનો વિશ્વાસ, તાકાત મળી છે, અમારી સરકારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે.