ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના સી.એમ. હશે અને અમિતભાઇ શાહ અને સી.આર.પાટીલ જ પાછળથી પાર્ટી ચલાવશે.
અમદાવાદ
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાવેલ પત્રકાર પરિષદમાં આપ નેતા ઇશુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, “ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં એક મોહરાના રીતે ચીફ મિનિસ્ટર બનાવામાં આવે એ ગુજરાત રાજ્ય ના જનતા માટે બહુજ હાસ્યપદ અને અપમાન જનક બનાવ છે. આમ આદમી પાર્ટી તો કામના માટે જ આવી છે, બધ્ધા ને ખબર છે કે હવે ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના સી.એમ. હશે અને અમિતભાઇ શાહ અને સી.આર.પાટીલ જ પાછળથી પાર્ટી ચલાવશે. નીતિનભાઈનું પત્તુ કાપ્યું છે અમને પ્રશ્ન છે કે આટલા સિનિયર કદના નેતા નીતિનભાઈ, જેને રાજ્ય માટે આટલો અનુભવ છે એમને ચીફ મિનિસ્ટર કેમ ના બનાવ્યા? ભાજપે કુશળ વહીવટી કરતા એમની જગ્યાએ બિનઅનુભવીને મુકાયા છે એટલે ગુજરાતની જનતાને બહુ ભોગવવાનું રહ્યું પણ અમે આશા રાખીયે છીએ કે ભુપેન્દ્રભાઈ પટેલ કંઈક સારું કરે. ભાજપ જ્ઞાતિ, જાતિ, રાજનીતિ, ધરમવાદની વર્ષોથી રાજનીતિ કરી રહી છે આજે તમે ખેડૂતોને પૂછો એમને ભાવ નથી મળી રહ્યા. આજે વાલીઓને ફી લાખો રૂપિયાની ભરવી પડે છે, એ બધા સમાજના નથી? દિલ્હીથી રિમોટ કંટ્રોલથી સરકાર ચાલશે. ખરેખરમાં ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ છે. વિજય રૂપાણીના પાંચ વર્ષ પુરા થતા એને ઉજવણી માટે કરોડો રૂપિયા ઉડાવ્યા એટલે ગેસ ના ભાવમાં ૨૫ રૂપિયા વધાર્યા અને પેટ્રોલ પણ મોંઘુ કર્યું. હવે પરિસ્થિતિ વધારે ખરાબ થશે કારણકે ભુપેન્દ્રભાઈને કઈ પૂછવું હશે અને નિર્ણય લેવું હશે તો પેહલા એને દિલ્હી ફોન કરવો પડશે . એ ડાયરેક્ટ નિર્ણય નહીં લઇ શકે. આપણા માટે સૌથી મોટી વિડંબના એ છે કે બિન અનુભવી અને નબળા સી.એમ. ના લીધે ગુજરાત રાજ્યનું પ્રગતિ અને પેહલા થી જ નથી દેખાતું વિકાસ હવે ૫ વર્ષ પાછળ જતું રહેશે. નવા ચીફ મિનિસ્ટરના પબ્લિસિટી અને હોર્ડિંગ્સ માટે ઉજવણી થશે અને આપણા ખિસ્સામાં થી ફરી બીજા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. અમે નવા ચીફ મિનિસ્ટરને ચેલેન્જ આપીએ છે : તાકાત હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ચેન્જ કરી ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરી બતાવે, જે ૬૦૦૦ સ્કૂલો બંધ કરી છે એ ચાલુ કરી બતાવે, અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામે છે એમના પરિવારો ને સહાય કરે. આમ આદમી પાર્ટી બહુમતીથી ૨૦૨૨મા આવશે અને પછી ૨૦૨૪માં અમે હિસાબ આપીશું કે કામ કઈ રીતે થાય.