gj -18 ખાતે જ્યાં જરૂરીયાત ન હતી, ત્યાં દે ઠોકમઠોક અંડરબ્રિઝ બનાવી દીધા, ત્યારે ગુણવત્તાયુક્ત કોઇ કામ નથી થયું, અને પાણી નિકાલની કોઇ વ્યવસ્થા નહીં, તથા અંડરબ્રિઝમાંથી પસાર થઇ એટલે આખી ગાડી વાઇબ્રેટ મારે, અને ખખડ ખખડ અવાજાે તો ખરા? ત્યારે GJ-18 ખાતેના વાવોલ પાસે બનાવેલા અન્ડરપાસ માં પાણી ભરાઇ જતાં જાેવા જઇએ તો હોટેલ લીલાનો સ્વીમીંગ પુલ હોય તેવું લાગી રહ્યું છે.ઘ-૪|| પાસે બનાવેલો અંડરપાસ જાેખમી અને જે વાહનો પસાર થાય છે. ત્યાં લેવલીંગ સીમેન્ટ કપચીનું ન કરાતા ખખડ ખખડ થઇ ને વાહનો પસાર થાય છે. ત્યારે એન્ગલો પણ લેવલ માં ન નંખાતા ઢુબાકાનો અવાજ આવી રહ્યો છે. ત્યારે વાવોલ અન્ડરપાસમાં પાણી ભરાઇ જતાં ય્ત્ન-૧૮ નગરવાસીઓ માટે સ્વીમીંગપુલની યાદ આવી જાય..