ગુજરાતમાં ભાજપે ધરમૂળથી ફેરફાર કરીને ચોંકાવી દીધાં છે ત્યારે મંત્રીમંડળનાં નવાં તમામ ચહેરાઓ સાથે “નો રીપીટ ” થીયરી અપનાવતા અનેક લોકોને ચોંકાવી દીધા છે. ત્યારે મંત્રીમંડળમાં હવે જે વર્ષોથીPA,PS માં રહી ચૂકેલા છે તેમને દૂર કરી નવા ચહેરાઓ લાવવા માંગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે, નવાં મંત્રી મંડળમાંPA,PS થી લઈને નવો સ્ટાફ પણ ધરમૂળથી ફેરફાર થાય તેવી શક્યતાઓ સૂત્રો જાેઇ રહ્યા છે.
ભાજપ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે વિકાસશીલ તરીકે પ્રચલિત બનેલું ગુજરાત ૨૩ વર્ષમાં અનેક વિકાસના કામો થયાં છે ત્યારે સ્વર્ણિમ સંકુલ-૧ તથા ૨ માં જે કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે તેમાં મોટાભાગનો સ્ટાફ ૨૦ વર્ષના ગાળામાંથી અનેક મંત્રીઓની સફર ખેડીને આવેલો છે. ત્યારે ઘણા મંત્રીઓની સેવા કરેલ સ્ટાફ હવે નવું મંત્રીમંડળ બનતાં જૂનો સ્ટાફ નોકરીમાં નોકરીમાં ઘૂસવા ભારે પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે “નો રીપીટ” થીયરી મંત્રીમંડળમાં અપનાવ્યા બાદ જાે અહીંયાPA,PS થી લઈને સ્ટાફમાં પણ “નો રીપીટ” અપનાવવામાં આવશે તો ઘણાં લોકો જે ૨૦ વર્ષથી ચીપકી રહ્યાં છે તેમને ઘરે બિસ્તરા, પોટલાં લઈ જવાનો વારો આવશે ત્યારે હાલ મોટાભાગનો સ્ટાફ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ નેતાઓ એવા ગોડફાધરને શરણે જઈને જે નવા મંત્રીઓ આવ્યા છે તેમની ઓળખાણની ખાણ શોધી રહ્યો છે. સ્વર્ણિમ સંકુલ ૧ માં કેબિનેટ મંત્રી તથા સંકુલ ૨ માં રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે ત્યારે હવે બજારમાં અફવાનું બજાર પણ ભારે ગરમ બન્યું છે કે તમામ સ્ટાફને જે મંત્રીમંડળમાં કામ કર્યું હોય તેમને રુખસદ આપીને નવા જ લેવા તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મંત્રીમંડળ બાદ ટોટલ સ્ટાફ નો થીયરી અપનાવતા અનેક લોકો જે ૨૦ વર્ષથી જમાવટ કરીને બેઠાં છે તેમની જમાવટ હવે ઘરે બિસ્તરા પોટલાં બાંધીને જવાની આવે તો નવાઈ નહીં.