દેશમાં કોનું નસીબ કોને ક્યાં લઈ જાય તે નક્કી હોતું નથી, તે ઈશ્વર જ જાણે છે. ત્યારે ઘણીવાર નામ મોટા હોય પણ કોઈ માલ ન હોય ત્યારે ગુજરાતના કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા પાસે કાચુ મકાન બાકી નામ કીર્તિ પણ મન મોટું કીર્તિ જેવું પૈસા, સોનુ, ઘરેણું કશું જ નહીં, ત્યારે હર હંમેશા સાદાઈથી જીવતા આ કીર્તિસિંહ મંત્રીપદ મળતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉમળકો જોવાઈ રહ્યો છે. આજે રાજકારણમાં હજુ પણએવા નેતાઓ છે કે જેઓ બધા થી કઈક અલગ પડે છે.
હમણાં જ નવા મંત્રીપદ મેળવેલાઓમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા નો પણ સમાવેશ થાય છે. ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા આ ધારાસભ્ય છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ સાથે છે. કાંકરેજ માંથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આજે રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે તેઓ કાચા પતરાવાળા મકાનમાં રહે છે, કિર્તીસિંહ વાઘેલા રાજ્યકક્ષાના મંત્રી બનતા તેમના સમર્થકો અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
કિર્તીસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે.
આમ આજેપણ આવા નેતાઓ મોજુદ છે જેઓ નું જીવન એક સામાન્ય માણસ જેવું છે અને કાર્યકરો ની સાથે જ રહી પોતાને પણ સામાન્ય કાર્યકર સમજી ઈગો વગર કામ કરે છે.