દંડની રકમમાં જબરજસ્ત વધારા પછી જાહેર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ પોતે જ મોબાઈલ વપરાશમાં મસ્ત રહેતા અરાજકતાભર્યો દર્શ્યો સર્જાઈ રહ્યા છે. પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટને બદલે વોટ્સએપ ચેટ્, સેલ્ફી, ફેસબૂક પોસ્ટ લાઈક્સ અને મોબાઈલ ગેમ્સમાં રત રહેતા ચાલુ વાહને મોબાઈલ વપરાશકર્તાઓને દંડવામાં ચોર કોટવાળને દંડે જેવી દલીલબાજીથી ઘર્ષણો શરૂ થયા છે. જેનુ નિવારણ લાવતા રાજકોટમાં પોલીસ કમિશનરે મનોજ અગ્રવાલે ફરજરત ટ્રાફિક પોલીસને મોબાઈલના વપરાશ પર જ પ્રતિબંધ લાગ્યો છે. જો રાજકોટ શહેરમાં આ નિર્ણય થઈ શકતો હોય તો રાજ્યના અન્ય જિલ્લા, મહાનગરોમાં ટ્રાફિક પોલીસની એકાગ્રતા માટે મોબાઈલ વપરાશ પર પાબંધી કેમ નહી ? એવા સવાલો ગુજરાતભરમાંથી ઉઠી રહ્યા છે. રાજકોટ બાદ અમદાવાદના પશ્ચિમ ટ્રાફિક ડિસીપીએ ચાલુ ફરજ દરમ્યાન ટ્રાફિક પોલીસકર્મી મોબાઇલનો વપરાશ કરી શકશે નહી તેવું જાહેરનામું બહાર પાડયુ છે. તેમ છતાં થલતેજ ગુરુદ્વારા પાસે સાંજે ૬ વાગ્યે અસહ્ય ટ્રાફિક હોવા છતાં ટ્રાફિક બ્રિગેડનો જવાન ટ્રાફિકનું નિરાકરણ કરવાની બદલે મોબાઇલમાં વ્યસ્ત નજરે પડયો હતો.
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માટે શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક જવાનોને તૈનાત કર્યા છે. તેમ છતાં ટ્રાફિક જવાનો ટ્રાફિકનું નિરાકરણ કરવાની જગ્યાએ મોબાઇલ પર ગેમ ,વોટ્સએપ જેવી શોસિયલ મિડીયાનો વપરાશ કરતા અવાર નવાર જોવા મળતા હોય છે. ત્યારે આવા કર્મીઓ સામે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ કયારે કાર્યવાહી કરશે કે નહી તે જોવું રહ્યું. અમદાવાદના પિૃમ ટ્રાફિક ડિસીપી અજીત રાયજણે સોમવારે સવારે ડિસીપી અજીત રાયજણે ટ્રાફિક પોલીસના હોમ ગાર્ડ, ઇમ્ જવાન, કોસ્ટેબલને ફરજ દરમ્યાન મોબાઇલ પર વપરાશ કરી શકશે નહી. જો કરતા ઝડપાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પીએસઆઇ અને પીઆઇને મોબાઇલનો વપરાશ કરવા પર છૂટ આપી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલમાં પિૃમ વિસ્તારમાં ચાલુ વ્હીકલ પર મોબાઇલ પર વાત કરનાર પોલીસકર્મીઓને પણ દંડ કર્યો હતો. જ્યારે શહેર ટ્રાફિક પોલીસના જેસીપી જે.આર.મોથલીયા જણાવ્યુ કે ટ્રાફિક પોલીસને ઓનડયૂટી પર મોબાઇલ ના વપરાશ અંગે હાલમાં કોઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ નથી. બીજી તરફ પૂર્વ ટ્રાફિક ડિસીપી એ.જી. ચૌહાણે જણાવ્યુ કે જાહેરનામું બહાર પડયુ હોય તો મને ખ્યાલ નથી, મારી ઓફિસ બે દિવસ પછી ખબર પડે છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડના જવાનો મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાથી રાજકોટ પોલીસ કમીશનર મનોજ અગ્રવાલે ચાલુ ફરજ દરમ્યાન મોબાઇલ સાથે રાખવા અને વપરાશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કર્મી પાસે મોબાઇલ પકડાશે તો તેની સામે દંડાત્મક પગલા લેવામાં આવશે. તેવું જાહેરનામું બહાર પાડયુ હતુ.