કાપડ ઉદ્યોગને મંદીની સાડાસાતની પનોતી લાગી  

Spread the love

કાપડ માર્કેટમાં મંદીની સ્થિતિ યથાવત છે. દિવાળી બાદ કાપડ માર્કેટ મંદીની ચપેટમાં આવી ગયું છે. લગ્નની સિઝનની શરૂઆત થઇ હોવા છતા પણ કાપડ માર્કેટમાં મંદીની સ્થિતિ છે. ત્યારે વેપારીઓનો આક્ષેપ છે કે નોટબંધી બાદ કાપડ માર્કેટને ફટકો પડ્યો છે. આ ઉપરાંત GSTના કારણે પણ રિફંડ અટકી જવાની ફરિયાદો મળી રહી છે. હાલ કાપડ વ્યવસાયમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. માલ ખરીદ્યા બાદ વેચાણ ન થતા વેપારીઓમાં ચિંતા છે. અમદાવાદ અને સુરતમાં કાપડ ઉદ્યોગમાં પણ ઘેરી મંદી જોવા મળી રહી છે. વિવિંગ, લુમ્સ અને ડાઇંગ ઉદ્યોગમાં સાવ મંદા પડી ગયા છે.  અમદાવાદામાં કાપડની 100થી વધારે પેઢી કાચી પડી છે. રોજે રોજનું જે ટર્નઓવર હતુ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેવ દિવાળી પણ જતી રહી હોવા છતાં ધંધામાં જોઈએ તેવી તેજી જોવા મળતી નથી. કાપડ માર્કેટમાં માલસામનની આવક-જાવક ઘટી છે. કાપડમાં 40 ટકાથી વધારે કામકાજ ઠપ્પ છે. સુરતના કાપડ જુદા જુદા ઉદ્યોગમાં 14 લાખને રોજગારી આપે છે ત્યારે હાલ કાપડ માર્કેટમાં જ 4 લાખ લોકોને જ રોજગાર મળી રહ્યો છે. હાલમાં કાપડ ઉદ્યોગમાં માત્ર 1.5 લાખ લોકો પાસે જ રોજગારી છે. સુરતમાં 10 લાખ લોકોની રોજગારી પર મોટો સવાલ સુરતમાં રોજની જેટલી માલસામનની ટ્રક આવ જા કરતી હતી તેનો આંકડો જ મંદીની ચાડી ખાય છે. સામાન્ય રીતે પ્રતિદિન 100 ટ્રકની સામનની જાવક સામે 25 ટ્રકની જાવક જઈ રહી છે. જેને પગલે બેરોજગારી જોવા મળી રહી છે.  સુરતમાં ડાઇંગની 350 યુનિટોમાંથી મોટા ભાગના યુનિટ બંધ છે જ્યારે સુરતમાં છ લાખ લુમ્સમાંથી માત્ર 25 ટકા જ લુમ્સ ચાલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com