GJ-18 મનપા આજે ૧૧ વર્ષની અસ્તિત્વ છે, અને હવે નવી બિલ્ડીંગ પણ બનાવવા અને કામ પૂર્ણ થવા ગયેલ છે ત્યારે ઘણીજ ભ્રષ્ટાચારથી લઈને ખાનગી માહિતી લોકો દ્વારા ડાયરેક્ટ કમિશનર ધવલ પટેલ ના નામ જાેગ અત્યંત ખાનગી લખીને મોકલવામાં આવે છે ત્યારે સચિવાલયમાંથી આરતી ટપાલ જે ખાનગી હોય તેમાં પણ આવડતથી ટપાલ ખોલીને એક અધિકારી વાંચી લે છે, અને સ્ફોટક માહિતી, વિગતો હોય તો આ ટપાલ કમિશનર સુધી પહોંચતી નથી, ત્યારે એક અધિકારીએ આ કામ માટે રજીસ્ટ્રી માં પોતાના માનીતા પટાવાળા, ક્લાર્ક મૂકી દીધા છે, જે ખાનગી ટપાલો, અને અત્યંત ખાનગી ટપાલો માં માહિતી તથા ડાયરેક્ટ કમિશનરના નામજાેગ હોય તેવી ટપાલ ને આસાનીથી ખોલીને તે અધિકારી પાસે પહોંચાડયા બાદ મનન કર્યા પછી લખો તો કમિશનર પાસે આ ટપાલ જાય છે, બાકી ગાયબ ?
મેયર શ્રી,સ્ટે. ચેરમેન,ડે. મેયર તમારી ટપાલો પણ ઘણી સ્કોટક માહિતી સાથે ખાનગી ટપાલો આવે છે. પણ તમારા સુધી જ્યારથી હોદ્દા પર બેઠા ત્યારથી આજ દિન સુધી કોઇ ટપાલ આવી છે,ખરી? તપાસ કરાવો, અનેક ભ્રષ્ટાચારની માહિતી બહાર લાવવા ઘણા જ શુભચિંતકો દ્વારા, બંધ કવરમાં માહિતી મોકલેલ, પણ નહીં પહોંચવાનું કારણ શું?