દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બે હાથે નહીં પણ ચાર હાથે ગુજરાતના વિકાસ માટે કરોડો નહીં, પણ અબજાેની ગ્રાંન્ટો ફાળવી રહ્યા છે. ત્યારે સાચી જગ્યાએ આ ગ્રાંન્ટ વપરાય છે, ખરી? આજની ૨૫ વર્ષ પહેલા દિલ્લીથી સો રૂપિયાની નોટ ગુજરાત આવતા ૨૦ રૂપિયા બની જતી હતી, ત્યારે હવે કેન્દ્ર સરારમાં મોદી સરકાર ૧૦૦ રૂપિયાની નોટ રાજ્ય સરકારને પૂરેપુરી આપે છે, ત્યારે રાજ્ય સરકારની ભૂપેન્દ્ર દાદાની સરકાર પણ પુરેપુરી ગ્રાંન્ટની રકમ મૂકવે છે, ત્યારે ખાપકી ક્યાં થાય છે? ત્યારે મનપામાં એવા કરોડોના ખર્ચ છે, જે બિન હિસાબી જેવા અને છેલ્લે પબ્લીકને અને જાહેર જનતાને કશું જ મનળવાનું નથી, તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ય્ત્ન-૧૮ મહાનગરપાલીકા જ્યાં બેસે છે, તે જગ્યા પણ મહાનગરપાલીકાની નથી,ત્યારે આ જગ્યા ખરેખર માર્ગ મકાન વિભાગ, તથા પાટનગર યોજનાની માલીકાની અને તેનું સંચાલન સ્જી બિલ્ડીંગનું કરી રહી છે. ત્યારે મનપા એ ખરેખર જાેવા જઇએ તો ભાડુઆત હોય તેમ મનપા સ્જી બિલ્ડીંગમાં બેસે છે ત્યારે ઝુંપડા કેન્ટીનની જગ્યા ઉપર કેન્ટીન બનાવવી હોય તો મંજૂરી મનપાના કમિશ્નરની નહીં, પણ પાટનગર યોજના અને માર્ગ અને મકાન વિભાગ પાસેથી મેળવવી પડે, અને આ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપે તો મનપા કેન્ટીન બનાવવાનું વિચારી શકે? તો શું મંજુરી માંગી છે, ખરી? અને મંજૂરી માંગી હોય તો શું જવાબ આપ્યો તે કોઇ નગરસેવકને પણ ખબર નથી, બધુ રામ-રાજ્ય પ્રજા સુખી ની જેમ ચાલી રહ્યું છે.
પ્રાપ્ત વિગતોનુસાર અને સુત્રોના જણાવ્યા મુજબ સે-૧૧ ખાતે આવેલી સ્જી બિલ્ડીંગની જગ્યા માર્ગ અને મકાન વિભાગ, તથા પાટનગર યોજના વિભાગ આનો વહીવટ કરી રહી છે, ત્યારે અગાઉના કમિશ્નર દ્વારા કેન્ટીન બાંધવા મંજૂરી માંગવામાં આવેલ જે ના મંજૂર કરી હતી, અને જે જગ્યાએ કેન્ટીન બંધાઇ રહી છે, ત્યાં ફોલ્ટ લાઇનો આવેલી છે, તેમાં ગટરની લાઇન, પાણીની લાઇન, લાઇટના કેબલ, ટેલીફોન કેબલ, મોટા ઇલેક્ટ્રીકના દોરડા પણ નાંખેલા છે, ત્યારે આ જ્ગાયે જે ખુલ્લી રાખવામાં આવી છે, તેનું કારણ એ હતું, કે ભૂકંપ, આગ લાગે, અથવા કોઇ ઘટના બને તો લોકો મેદાનમાં ઉભા રહી શેક, આ સ્થિતિનું વર્ણન પાટનગર યોજના વિભાગે કમિશ્નરને જ્યારે પત્ર પાઠવ્યો તે પત્રમાં સ્પટપણે કેન્ટીન નહીં બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે જે કેન્ટીન માટે ૭ થી ૮ લાખ રૂપિયા ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તો કોના બાપની દિવાળી? મહાનગરપાલીકા આ કેન્ટીન બનાવી કેવી રીતે શકે? કોની મંજૂરીથી? માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મેળવવામાં પત્ર પાઠવ્યો અને પત્રમાં સ્પષ્ટ સંકેત સાથે ના પાડી દીધી હોવા છતાં, ગેરકાયદેસર આ કેન્ટીન ઉભી કરવાનું કારણ શું?
મનપા હવે થોડાજ દિવસોમાં ઘર બદલવાની છે, તેમની ઓફીસો હવે રીનોવેશન સાથે તૈયાર થઇ રહી છે. તો પછી આ ૭ થી ૮ લાખનો ધુમાડો અને ગેરકાયદેસર કેન્ટીન પાછળ કરવાનો અર્થ ખરો? લાઇટ, થી લઇને પાણી, નળ, નું કનેક્શન કઇ રીતે મનપા આપી શકે, લાઇટબીલ પણ આ કેન્ટીનને આવતું નથી, અને બીલ પણ મનપા ભરી રહી છે. ત્યારે ગેરકાયેદસર કેન્ટીન માટે મનપા ૭ થી ૮ લાખનો ખર્ચ કરીને આટલી ઉત્સુક કેમ છે.
ત્યારે માર્ગ અને મકાન વિભાગ અને પાટનગર યોજનાએ આ મામલે સ્પષ્ટ પણે પોતાનો અભિપ્રાય આપી દીધ હોવા છતાં ગેરકાયદેસર કેન્ટીન ઉભી કરવામાં આવી, તો માર્ગ મકાનવિભાગ તથા પાટનગર યોજનાએ શં પગલા લીધા? તે સમજાતું નથી, ત્યારે ૭ થી ૮ લાખ રૂપિયાનો ધુમાડો અને એ પણ ગેરકાયદેસર કેન્ટીન માટે?