અમદાવાદ
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગુજરાત માટે પણ ચિંતામાં મુકનારા સમાચાર સામે આવ્યા છે. TV સાઉથ આફ્રિકાથી જામનગર પરત ફરેલ એક શખ્સ કોરોના સંક્રમિત મળ્યો છે. જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન વેરિઅન્ટ દર્દી નોંધાયો છે. આ દર્દી ગઈકાલે જ જામનગર પરત ફર્યો છે.સાઉથ આફ્રિકામાં કહેર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે. ત્યારે જામનગરમાં પણ સાઉથ આફ્રિકાથી પરત ફરેલો એક શખ્સ કોરોના પોઝિટિવ મળ્યો છે. જોકે તેના સેમ્પલની હજી તપાસ બાકી છે. નમૂના પુણે લેબમાં મોકલવામાં આવ્યો છે.
કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા
સરકારની સતત સતર્કતા છતા આખરે દેશમાં કોરોના વાયરસના નવા અને અત્યંત ઘાતક વેરીઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ચોંકાવનારું એ છે કે આ વેરીઅન્ટના બે સંક્રમિત કેસો કર્ણાટકમાં નોંધાયા છે.કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં નોંધાયા છે. આફ્રિકામાંથી કર્ણાટકમાં આવેલા બે નાગરિકોમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યો છે. 66 અને 46 વર્ષીય વ્યક્તિઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે.તેની પુષ્ટી ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં 5 ગણુ વધુ જોખમી છે અને તે અન્યની સરખામણીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.
દેશના ચર્ચિત ડોક્ટર અને મેદાન્તા હોસ્પિટલના સંસ્થાપક ડો નરેશ ત્રેહાને આ વેરિઅન્ટની ગંભીરતાને લઈ જણાવ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.
જ્યારે દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી છે કે દેશમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે હવે ફક્ત બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે, જો દેશના કુલ સંક્રમિત કેસોના 55 ટકા છે.
લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં અંદાજે 49 ટકા વસ્તીને કોરોના રસીના બંને ડોઝ લાગી ગયા પછી જ કોરોન સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.