રાજ્ય સરકારની ભરતી આવે એટલે ક્લાસીસો ને ઘી-કેળા, હવે તો ક્લાસીસો પણ આલીયા, માલીયા, જમાલિયા જેવા પોપટિયા ઓ નવયુવાન વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ગેરંટેડ બેચથી લઇને વર્દી મળ્યા બાદ ગેરંટેડ બેન્ચમાં ફી ભરવાની જાહેરાતો ઠીક ઠેકાણે મારીને વિદ્યાર્થીઓને આકર્ષવા અનેક પેચો લડાવી રહ્યા છે. ત્યારે ય્ત્ન-૧૮ એવું શહેર છે, કે ગુજરાતના જેટલા શહેરો છે, તેમાં મોટામાં મોટું શહેર અમદાવાદ, વડોદરા ,સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા થી લઈને બનાસકાંઠા ,સાબરકાંઠા ઓ જેટલા સ્પર્ધાત્મક ક્લાસીસો નથી તેટલા ક્લાસીસ ઓ ય્ત્ન-૧૮ માં ફુટી નીકળ્યા છે. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે પારદર્શિતા સાથે ભરતી થશે, અને જે ઉમેદવારો સમક્ષ હશે, તેમને નોકરી મળે તે માટે સરકાર કટીબદ્ધછે. ત્યારે ગૃહ મંત્રી નું નિવેદન બાદ ય્ત્ન-૧૮ ના તમામ રોડ, રસ્તા પર આ ગેરંટેડ ક્લાસીસો ના બોર્ડ અને લટકણીયા જે ઉમેદવારોને આકર્ષવા લગાવ્યા છે તો આ ક્લાસીસમાંથી બધા જ ઉમેદવારો પોલીસની ભરતી માં પાસ થઈ જશે ? ગેરેન્ટી એટલે ગેરંટી સેની ? સેટિંગ ડોટ કોમ ? સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ઘણી જ બેંચ માં ગેરંટી વાળા અને બિન ગેરંટી ના ક્લાસ પણ ચાલે છે. ત્યારે મગજ નો ચાલતું હોય, યાદ ન રહે, પરીક્ષામાં લખી ન શકે, દોડી ન શકે, તો પાસ થાય કઇ રીતે ? ગેરંટી એટલે પોલીસ કોન્સ્ટેબલની ગેરંટેડ બેંચના નામનો વેપલો કરતા આ ક્લાસીસ સામે તંત્ર પૃચ્છા કરવાની જરૂર છે. અગાઉ ભરતી કૌભાંડમાં ગોટાળા અને જે છેડાના તાર મળ્યા હતા તે ક્લાસીસોમાંથી પસાર થયા હતા, તો ગેરંટેડ ક્લાસીસ પોલીસ ભરતીના હોય તો તેમાં ફી પણ ઉંચી લેવાતી હશે તેવી પણ માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે આ ઠેરઠેર લગાવેલા પાટીયા,બોર્ડ ના સંચાલકો સામે પૃચ્છા કરવાની જરૂર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.