GJ-18 મનપા ખાતે આજરોજ સ્ટે. કમિટી ની પ્રથમ બેઠક મળી હતી. ત્યારે ભાજપની પ્રથમ વાર માલી ગુલી નહીં પણ, અણી શુદ્ધ એવી ૪૧ સીટો સાથે બહુમતીથી ફરીવાર સત્તા પર આવ્યો છે. ત્યારે આજરોજ GJ-18 મનપા ખાતે સ્ટે. કમિટીની બેઠક તમામ સભ્યો સાથે મળી હતી. અને સત્તા મળ્યા બાદ પ્રથમ બેઠક હોવાથી મોટાભાગના સભ્યો તમામ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફક્ત એક સભ્યોની ગેરહાજરી દેખાતા ચર્ચાનો વિષય નગરસેવકોમાં બન્યો હતો. ત્યારે મહાનગરપાલિકા ની આ બેઠકમાં વોર્ડ-૧૦ ના નગરસેવક મહેન્દ્ર પટેલ ( દાસ ) ની હાજરી ન જાેવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે તેમના વોર્ડ-૧૦ ત્રણેય નગરસેવક પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહેન્દ્ર (દાસ) પટેલ બેઠકમાં હાજર ન રહેતા પાર્ટી અથવા હોદ્દેદારો થી નારાજ હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઉલ્લેખનીય છે ,કે મહેન્દ્ર (દાસ) પટેલ વર્ષોથી પાર્ટીમાં ચુસ્ત કાર્યકર રહ્યા છે. ત્યારે અગાઉ છેલ્લે પોતે ભાજપ મહાનગરપાલિકાના શહેર પ્રમુખ પદે હતા, ત્યારબાદ તેમને વોર્ડ-૧૦ માંથી ઉમેદવારી કરેલ અને જીત પણ મેળવી છે, ત્યારે જાેવા જઈએ તો સ્ટે. કમિટી ના ચેરમેન પદે ફાઇનલ હોવાનું કાર્યકરોનું ચર્ચામાં સાંભળવું હતું અને ઉચ્ચ કક્ષાએથી જશુ પટેલ નું નામ આવતા નારાજગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે હાલ મહેન્દ્ર (દાસ)પોતે લોક સંપર્ક રાઉન્ડ,થી લઈને પ્રજાલક્ષી કામો માં દર રવિવારે અશોક એક જગ્યાએ બેઠક કરીને પ્રશ્નનું નિવારણ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજરોજ સ્ટે. કમિટીમાં તેમની ગેરહાજરીથી લોકોમાં અનેક નેગેટિવ વિચારો ની ચર્ચા લોકોમાં જાેવા મળી રહી હતી.