દિલ્હીથી મુંબઈને જોડતો, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે સાથે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર ઠેર ઠેર ડાયવર્જન પણ આપવામાં આવ્યા છે હાઈવે પર દોડતા વાહનો ડાયવર્જનના પગલે અચાનક સામ સામે આવી જતા નાની-મોટી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે મોડાસાના દાવલી પાટિયા નજીક ડાયવર્જનના પગલે ટ્રક-કન્ટેનર ચાલક અને રીક્ષા ચાલક ગફલત ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા ૪ લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજતા હાહાકાર મચ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ,સાબરકાંઠા તાલુકાના ઘઢી ગામના લોકો છકડો રિક્ષામાં દેવદિવાળી પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં દર્શન કરી પરત વતન ફરી રહ્યા હતા ને.હા.નં-૮ પર દાવલી પાટિયા નજીક હિંમતનગર તરફથી આવતા ટ્રક-કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા રિક્ષામાં સવાર ૪ મુસાફરોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા ૩ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવતા ને.હા.નં-૮ પર ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માતમાં એક મહિલા, પુરુષ અને બે બાળકોના મોતના પગલે અકસ્માતમાં મોત નીપજેલ મૃતકનો પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ગાંભોઇ અને મેઢાસણ દવાખાને પહોંચી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી