દેશભરમાં કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે.ટ્રાવેલ હિસ્ટ્રીમાં જેટલા સંપર્કમાં આવ્યા તે તમામના ટેસ્ટ કરવામાં આવ્યા, આખો પરિવાર નેગેટિવનોંધનીય છે કે જામનગરનાં આ શંકાસ્પદ વ્યક્તિ વિશે તંત્ર જાણ થતાં જ ઘરનાં 10 સભ્યોનો તાત્કાલિક કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તમામ ઘરના સભ્યો નેગેટિવ સાબિત થયા હતા. ટ્રાવેલ હિસ્ટ્રી જોવા જઈએ 87 જેટલા લોકો આ વ્યક્તિની સંપર્કમાં આવ્યા હતા અને ચાર લોકો પ્રવાસમાં સાથે જ હતા. તે તમામ 87નાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
બંને ડોઝ લીધા હોવા છતાં સંક્રમિત થયો
ચોંકવાનારી બાબત એ છે આ દર્દીએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા હતા છતાં કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે. તંત્ર હવે સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વિશેષજ્ઞ દળ દક્ષિણ આફ્રિકા પહોંચ્યું છે. આ દળ ગૌંતેંગ પ્રાંતમાં મામલાને પહોંચી વળવાના પ્રયાસોમાં મદદ કરશે. ઓમિક્રોન લગભગ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. WHOના આફ્રિકાના ક્ષેત્રીય ઈમરજન્સી ડિરેક્ટર ડો. સલામ ગુણે જણાવ્યું કે ઓબ્જર્વેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ માટે વિશેષજ્ઞોની એક ટીમ ગૌતેંગ મોકલવામાં આવી છે. જ્યારે એક દળ પહેલા જ દક્ષિણ આફ્રીકામાં હાજર છે અને જીનોમ અનુક્રમણમાં મદદ કરી રહી છે.વિશ્વમાં કોરોના વાયરસનો વધતો કહેર વધી રહ્યો છે. ત્યારે બ્રિટનમાં સતત 5માં દિવસે 1 લાખથી વધુ કેસ આવ્યા છે. જેમાંથી 75 કેસ ઓમિક્રોન વેરિઅન્ટના મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 134 કેસો સામે આવ્યા છે. જ્યારે ઈટલીમાં કોરોનાના નવા 17 હજાર 30 કેસો નોંધાયા છે. અહીં એપ્રિલ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસો આવ્યા છે. ત્યારે ઇટલીમાં કુલ 4, ફ્રાન્સમાં કુલ 2 ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે. તો અમેરિકામાં 24, જર્મનીમાં 12, બ્રાઝિલમાં 5 ઓમિક્રોનના કેસો આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસો નોંધાયા છો. વિશ્વમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 671 કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે નેપાળે શુક્રવારે હોંગકોંગ સહિત દક્ષિણ આફ્રીકન દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ભારતથી આવનારની તપાસ શરુ કરી છે.