ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ થયેલ દુષ્કર્મો ના કિસ્સાઓમાં જુદા જુદા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સગીરાઓ ના કેસમા કોર્ટમાં આરોપીઓ ને સજા ફટકારવામાં આવેલ છે. તેમાં સુરતના કેસમાં અદાલતે સૌથી આકરી એવી ફાંસીની સજા ફટકારી છે. જે બાબત નોંધનીય છે.
વિગતો અનુસાર તાજેતરમાં રાજ્યના દુષ્કર્મ ને લગતા કેસમાં આરોપીઓને ઝડપીને આવા કેસ ઝડપથી ચલાવીને ગુજરાતમાં ન્યાય માટે લાંબો સમય રાહ જાેવી ન જાેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી ન્યાયતંત્રમાં સામાન્ય પ્રજાને વધુ વિશ્વાસ બેસતો જાેવા મળ્યો છે.
રાજ્યમાં આવા ગંભીર કેસમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ સુધીમાં બે ઘટના ઝડપથી થોડા જ દિવસો માં પોકસો કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હોય તેવું ઉજાગર થવા પામ્યું છે.
જાેકે આવા સમાજવિરોધી કૃત્યોમાં કોર્ટે પણ કડકાઈ દાખવીને ગુના ને અનુરૂપ સજા ફટકારે લે છે. તેમાં ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ માં બોરસદની સગીરા ને ભગાડી જઇ દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે.
જ્યારે સુરતમાં ૩૫ વર્ષના પરપ્રાંતીય યુવકે માત્ર અઢી વર્ષની બાળકી ઉપર પોર્ન વીડિયો જાેયા બાદ દિવાળીની સાંજે દુષ્કર્મ આચરીને તેનું ગળું દબાવીને બાળકીના આંતરડા બહાર નીકળી જાય તેવી બર્બરતા દાખવીને પિશાચી કૃત્ય કરનારને ફાંસીની સજા કોર્ટે ફટકારેલી છે. આ કેસનો ચુકાદો ફક્ત ૨૯ દિવસમાં અપાયો હતો. સુરતમાં પોકસો હેઠળ ફાંસીની સજા આપવાની આ ત્રીજી ઘટના છે.
નોંધનીય છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ ફક્ત ૧૦ જ દિવસમાં કોર્ટે ઝડપી કેસ ચલાવી આરોપીને જીવે ત્યાં સુધી ની સજા ફટકારેલ છે. આમ પોકસો કેસમાં આરોપીઓને કોર્ટે કોઈપણ જાતની રહેમ દીરી આપ્યા વગર દાખલો બેસાડવા સખત સજા ફટકારી છે. જેથી એવું પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે કે ગુજરાતમાં ગણતરીના દિવસોમાં જ અબુધ નાની બાળકીઓને ન્યાય અપાવવામાં સફળતા મળી રહી છે.