હાલ ના સમયમાં લોકો ફેશન ની દુનિયામાં ખૂબ જ આગળ હોય તેવું દેખાઈ રહુ છે.હાલ ના મોંઘવારી ના સમયમાં વેશભૂષા માટે નો ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે. કપડા પહેર્યા વગર તો આપણે કંઈ ચાલવાનું તો છે નહીં તેથી સૌ કોઈ લોકો કપડાની ખરીદી તો કરવાના જ છે.
પરંતુ કપડાના ભાવમાં અસહ્ય ભાવવધારો થતાં લોકો જૂના કપડાં જ રોડવી લેવા મજબૂર થતા હોય છે.
યુવાનોના કપડાંની સાથે સાથે બાળકોને કપડાના ભાવમાં પણ આટલો મોટો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે કે સામાન્ય લોકો આર્થિક સંકટ માં મુકાઇ જતા હોય છે.
સૌ પ્રથમ તો તમને જાણીને આશ્ચર્ય થશે કે તમિલનાડુની એક કાપડ દુકાનના માલિકે એક અનોખી સ્કીમ જાહેર કરી હતી. જેના લીધે તેની દુકાનની બહાર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો કપડા ખરીદવા માટે લાગી હતી.
તમિલનાડુના તીરુચી જીલ્લાના ના માણપરાઈમાં મોહમ્મદ હકીમ નામનો યુવક કપડાની દુકાન નું ઓપનિંગ કરવા જઈ રહ્યો હતો. ત્યારે તેણે ઉદ્ઘાટનમાં સ્કીમ રાખી હતી કે તેની દુકાન માંથી કોઈપણ ટીશર્ટ માત્ર ૫૦ પૈસામાં ખરીદી શકાશે.
તેમજ આ સ્કીમને પોસ્ટરમાં છપાવીને રાજ્ય માં જુદા-જુદા જિલ્લાઓમાં જાહેર કરી દેતા સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી લોકોએ 50 પૈસા ના ટીશર્ટ ખરીદવા માટે મોટી સંખ્યામાં અહી એકઠા થઇ ગયા હતા.મળતી માહિતી મુજબ તો એમ પણ કહેવાય છે કે અહી ખરીદી માટે 2 કિલોમીટર જેટલી લાંબી કતાર જોવા મળી હતી.